September 11th 2020

માનવ જ્યોત

**દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ? - સનાતન સંસ્થા**
.                .માનવ જ્યોત 
તાઃ૧૧/૯/૨૦૨૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,કુદરતની એ નિર્મળલીલા મળેલદેહથી દેખાય
અનેકદેહનો સંબંધ છે જીવનો અવનીએ,જે પશુ,પક્ષીને માનવીથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
આગમન વિદાય એ ગતજન્મે કરેલ કર્મ,જે જીવને જન્મમરણથી મળી જાય 
મળેલ માનવદેહ અવનીએ સમયનેસ્પર્શે,એ જીવનમાં સદકર્મકુકર્મથી દેખાય
લાગણીમોહ એ કળીયુગની કેડી,જે અનેકરાહે મળેલદેહને અનુભવે સમજાય
પાવનકૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી પવિત્રભક્તિ રાહે જીવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
સમયના સંગે દેહમળે કૃપાએ જીવને,જે દેહને પાવનરાહે આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહની પ્રેમનીજ્યોત પ્રગટી જાય
સરળજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સુખશાંંતિનો સાથઆપીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી ભુમીપર,માનવદેહથી અનેકદેહની પુંજા થાય 
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે મળેલ દેહના થયેલ કર્મથીજ સમજાય.
==================================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment