January 6th 2021

. .પ્રભુનો પ્રેમ
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાળુ પ્રભુનોપ્રેમ મળી જાય
પાવનરાહ મળે દેહને પવિત્રકર્મથી,જે મળેલદેહને માનવતા દઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,મળેલદેહને એ પવિત્રરાહે લઈજાય
જીવને પવિત્રરાહ મળે કર્મની,એ નિર્મળ ભાવનાએ કર્મ કરાવી જાય
મળેલદેહને પ્રભુનો પ્રેમ મળી જાય,જે ભક્તિથી શાંંતિને આપી જાય
પવિત્ર શ્રધ્ધાએ પરમાત્માનુ પુંજન કરતા,અખંડપ્રેમ દેહને મળી જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
અદભુતલીલા પરમાત્માની થઈ,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
પવિત્રદેહ લઈને પધાર્યા ભુમીપર,એદેહથી જીવોને પાવનરાહ દઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
સરળ જીવનની રાહ પકડતા દેહપર,પ્રભુની કૃપાની વર્ષાજ થઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.