January 13th 2021
***
***
. .લક્ષ્મી માતા
તાઃ૧૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતા લક્ષ્મીની,સંગે વિષ્ણુ ભગવાનનો પ્રેમ મળી જાય
નિખાલસ ભાવનાથી પુંજા કરીને,કૃપાળુ પરમાત્માના દેહને વંદન કરાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
મારા વ્હાલા લક્ષ્મીમાતાનો પ્રેમ મળે,જે મારા માટે મમ્મીનો પ્રેમ કહેવાય
પરમકૃપા જગતમાં પવિત્રપ્રેમથી આપીજાય,જીવનમાં સુખશાંંતિ મળી જાય
લક્ષ્મી માતા સંગે વિષ્ણુ ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાએ પુંજન કરાય
અવનીપરના આગમનને કરેલ કર્મનો સંબંધ,મળેલ જન્મ મરણથી મેળવાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
પાવનપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે દેહને આફતતકલીફથી બચાવી જાય
દેહને ના કોઇજ અપેક્ષાનો મોહ રહે,કે ના કોઇજ મોહમાયાનો સ્પર્શ થાય
પરમ કૃપાળૂ પરિવાર જગતમાં કહેવાય,જે પવિત્ર પતિપત્નીથીય ઓળખાય
લક્ષ્મીમાતા માતાનોપ્રેમ આપી જાય,વિષ્ણુ ભગવાન પિતાનોપ્રેમ આપી.જાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
**************************************************************
No comments yet.