July 2nd 2021
. .જન્મનો દીવસ
તાઃ૩/૭/૨૦૨૧ (હેપ્પી બર્થડે રમા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાળજમાં વહાણવટીમાતાની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રરાહ આપી ગઈ
સમયનીસાથે ચાલતા એ મારી જીવનસંગીની થઈ,અને આણંદ આવી ગઈ
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
જીવને જન્મમળે જે પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
માબાપનો પવિત્રપ્રેમ મળ્યો રમાને,જે સમયે પવિત્રરાહ મળતા અનુભવથાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,મનેપણ માતાની પવિત્રકૃપા મળતીજાય
મળેલદેહના પરિવારને આગળ લઇજવા,જીવનમાં એ મારી પત્નિજ કહેવાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
કુળદેવીની પવિત્ર કૃપાએ પ્રેમ મળ્યો,એ સંતાનને કૃપાએ જન્મ આપી જાય
પ્રથમ દીકરીનો જન્મથયો જે દીપલ કહેવાય,બીજો પુત્ર રવિનો જન્મ થયો
બંન્ને સંતાને પ્રભુકૃપાએ ભણતરકર્યુ,જે સમયે લાયકાતે સુખશાંંતિ મળી જાય
મમ્મી રમાના આશિર્વાદથી બંન્ને સંતાને લગ્ન કર્યા,જે પવિત્રજીવનથી દેખાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
#################################################################
મારી પત્નિ રમાનો આજે ૬૧મો જન્મદીવસ છે તે નીમિત્તે માતાની કૃપાએ
આ કાવ્ય લખ્યુ છે.જે રમા સહિત સંતાનને જય જલારામ સહિત સપ્રેમ ભેટ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તાઃ૩/૭/૨૦૨૧
#################################################################
No comments yet.