July 6th 2021
***
***
. .કળીયુગનો સંગ
તાઃ૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળી પરમાત્માની માનવદેહને,જે દેહને સમયની સાથે લઈ જાય
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહથી,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
અનેક સંબંધ મળેલદેહને જગતમાં,જે મળેલદેહના વર્તનથી જીવને મળી જાય
સમયની સાથે ચાલતા અવનીપર,સમયે સતયુગ પછી કળીયુગથી અનુભવાય
કળીયુગની એ રાહ માનવદેહને મળે,જે તનમનને સમય સાથે સમજાઈ જાય
મળેલદેહના જીવનમાં આશા અપેક્ષાનો સાથ મળે,એ અનેકરીતે સ્પર્શી જાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
કુદરતની આજ પવિત્રલીલા અવનીપર,એ પાવન કૃપા જીવનમાં મળતી જાય
રામનામની માળા જપતા દેહપર પાવનકૃપા થાય,જે પવિત્રરાહે જીવનજીવાય
મળેકૃપા માનવદેહને જીવનમાં,જે જીવને મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
કળીયુગમાં અદભુતલીલા પ્રભુની,જે પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા પાવનકૃપાથાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
###############################################################