July 18th 2021

જય લક્ષ્મી માતાજી
તાઃ૧૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપા મળી લક્ષ્મીમાતાની,જીવનમાં પવિત્ર્રાહ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા અડે જીવનમાં,એજ માતાનો પ્રેમ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
મળેલદેહને પવિત્ર શ્રધ્ધાથી વંદન કરતા,પાવનરાહે આજીવન જીવાય
એ પવિત્રપ્રેમની ગંગા વહાવે માતાજી,જે સંતાનને આનંદ આપીજાય
મળેલદેહના જીવનમાં સવારપડતાજ,ૐ મહા લક્ષ્મીયે નમઃથી પુંજાય
પવિત્ર કૃપા મળે માબાપની જીવનમાં,એજ કુદરતની કૃપાજ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
અદભુત શક્તિશાળી વિષ્ણુ ભગવાન,સંગે માતા લક્ષ્મી પણ કહેવાય
જગતમાં હિંદુધર્મમાં ભારતદેશમાં જન્મલઇ,દુનીયામાં સુખ આપીજાય
મળેલ માનવદેહ પર પવિત્ર કૃપા થતા,જીવનમાં ધનથી શાંંતિ થાય
એમાતાની પવિત્રકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનથાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.