July 20th 2021

ગૌરીનંદન શ્રીગણેશ

**Gratitude for Grace: વંદના, વંદના...**

.        .ગૌરીનંદન શ્રીગણેશ

તાઃ૨૦/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

માતા પાર્વતીના પવિત્ર લાડલા સંતાન,જગતમાં ગૌરીનંદન શ્રીગળેશ કહેવાય
પવિત્ર શક્તિશાળીસંતાન મળેલ માનવદેહના,એ ભાગ્યવિધાતાથી ઓળખાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
ગજાનંદ શ્રીગણેશ હિંદુધર્મમાં વિધ્નહર્તાય કહેવાય,જે વ્હાલા ગણપતિ કહેવાય
કુદરતની આલીલા અવનીપર પવિત્રદેહથી,એ પ્રભુના અનેકનામથી મળી જાય
માબાપના પવિત્રપ્રેમથી જીવનમાં,પત્ની રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ થઈ જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,એમની પવિત્રકૃપાથી જીવનપાવન કરી જાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
શ્રીગણેશના પિતાને અનેકનામથી પુંજાય,જે શિવજી,મહાદેવ,ભોલેનાથથી પુંજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મથી દેહલીધા ભારતમા,જે જીવને મળેલ દેહથી અનુભવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજન કરતા,માનવ દેહના જીવનમાં પવિત્રરાહેજ જીવાય
જગતમાં જન્મમરણનોજ સંબંધ જીવને,જે અનેકદેહથી આગમનવિદાય આપીજાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
=================================================================

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment