July 30th 2021

પકડેલ પ્રેમ

**શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories**
.           .પકડેલ પ્રેમ

તાઃ૩૦/૭/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકરાહે મળેલદેહને આપી જાય
કર્મનો સંબંધ એ ધરતીપર મળે,ના કોઇજ જીવના દેહથી છટકી જવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર સમયનોજ સ્પર્શ થાય,જે સતયુગ કળીયુગથી ઓળખાઈ જાય
સમય સમજીને ચાલતા માનવદેહને,અવનીપર આવનજાવનથી બંધનથાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,જે અનેકરાહે સમયની સાથે ચલાય
દેહમળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આગમનથી મળતો જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર જીવના આગમનથી કર્મ થાય,એ સમય પ્રમાણે ચલાવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે પ્રભુકૃપાએ,પવિત્રરાહેજ જીવન જીવાડી જાય
પવિત્ર ભુમી જગતમાં ભારતની છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્રભાવનાથી પુંજા કરતા,અંતે જીવને મુક્તિજ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
***************************************************************
July 30th 2021

પ્રેમની ભક્તિ

+++Sai Baba Aarti - Google Play પર ઍપ્લિકેશનો+++
.            .પ્રેમની ભક્તિ

તાઃ૩૦/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
ભક્તિની પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં સાંઇબાબાની પવિત્રકૃપા થાય
મળેલદેહને ભક્તિપ્રેમથી શ્રધ્ધામળી,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય. 
પરમાત્માએ ભારતમાં અનેકદેહથી જન્મલીધો,જે દેવદેવીઓથી ઓળખાય
શેરડી ગામમાં પધાર્યા પરમાત્માની કૃપાએ,જે સંત સાંઇબાબાજ કહેવાય
જીવનમાં પવિત્રરાહે જીવતા દ્વારકામાઈ,એ બાબાને પવિત્રમદદ કરીજાય
પવિત્રસાંઇને ૐ શ્રીસાંઇનાથાય નમઃથી ભજતા,બાબાનીકૃપા મળતીજાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે દેહના વર્તનથી જીવનમાં દેખાય
માનવજીવનમાં કર્મનો પવિત્રસંબંધ છે,એ પ્રભુકૃપાએ અનુભવ આપી જાય
સાંઇબાબાની કૃપા મળીદેહને,જેશ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમપર કૃપાકરીજાય
પ્રભુની કૃપાએજ જીવને માનવદેહ મળૅ,જેને ભક્તિપ્રેમથી મુક્તિ મળી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
###############################################################