મળેલદેહની માનવતા
. .મળેલદેહની માનવતા
તાઃ૧૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય સમયની સાથે ચાલતા માનવદેહને,પ્રભુની કૃપાએ નિખાલસરાહ મેળવાય ......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય. પવિત્ર ભક્તિરાહ મળી જલારામને,જે ભગવાનની પાવનકૃપાએ અનુભવાય અવનીપર મળેલદેહને અનેકરાહ મળે,ના કોઇજ દેહથી જીવનમાં છટકાય પ્રભુકૃપાએ જલારામ સંત થયા.જે ભુખ્યાને ભોજન આપી કૃપાળુ થઈ જાય એ પવિત્રજીવ વિરપુરમાં જન્મીજાય,ના ગતજન્મના કર્મનો સંબંધ અડીજાય ......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય. હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી છે.જે પવિત્ર સંતના થયેલકર્મથી મેળવાય પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મપર,જે ભારતદેશમાં જન્મલઇ પવિત્ર કરીજાય પવિત્ર ધર્મની શાન જગતમાં પ્રસરાવી,જ્યાં પરદેશમાં આવી મંદીર કરીજાય પરમાત્માના પવિત્રદેહની પુંજા કરીને,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજાથઈજાય ......જીવના દેહને જીવનમાં કર્મનીકેડી મળી જાય,જે જન્મમરણથી મળી જાય. ================================================================