લાગણી સંગે માગણી
. લાગણી સંગે માગણી તાઃ૨૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કળીયુગની આ રાહ જગતપર,ના કોઇજ દેહથી ધરતીપર દુર રહેવાય પવિત્રરાહની કેડીપકડવા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા બચીજવાય ....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય. પવિત્ર હિંદુધર્મ પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય પ્રભુએ અનેકદેહથી જન્મ લીધો,જે હિંદુ ધર્મનીએ જ્યોત પ્રગટાવી જાય ભગવાનની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય જીવનુ આગમન એ દેહથીજ થાય,જે ગત જન્મના થયેલકર્મથીં મેળવાય ....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય. કુદરતની આ પાવનલીલા જે કળીયુગથી સ્પર્શે,નાકોઇદેહથી કદી છટકાય મળેલ માનવદેહને કળીયુગમાં લાગણીમાગણી અડે,ના કોઇથી દુર રહેવાય પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં ઘરમાંજ ધુપદીપથી પુંજા કરાય પ્રભુની પવિત્રકૃપા અવનીપરના મળેલદેહને,જે અંતેજીવને મુક્તિ આપીજાય ....મળેલ માનવદેહને સમયની સાંકળ અડે,જે લાગણી માગણીમાં જકડી જાય. ###############################################################