November 25th 2021

શ્રધ્ધા અને વિશ્વાસ

*કર્મમાં વિશ્વાસ અને મંત્રમાં શ્રદ્ધા - Sandesh
.           .શ્રધ્ધા અને વિશ્વાસ.  

તાઃ૨૫/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય 
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે સમયની સાથેજ લઈ જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
માનવદેહ મળે અવનીપર જીવને,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
મળેલદેહને પવિત્રરાહ મળે,જે ભારતદેશમાં જન્મમળતા અનુભવ થાય
જગતમાં પવિત્રભુમી ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
અનેક પવિત્ર સ્વરૂપથી જન્મલીધો પ્રભુએ,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને વિશ્વાસથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરીવંદન થાય
જન્મ મળેલદેહને સમયને સમજીનેચાલતા,પાવનકૃપાનો અનુભવથઈ જાય
પરમાત્માની કૃપાએ માનવદેહના જીવને,પવિત્ર કૃપાએ મુક્તિ મળી જાય
.....પવિત્રકર્મની રાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહનુ સત્કર્મ કહેવાય.
##########################################################