November 28th 2021
પવિત્ર દુર્ગામાતાજી
તાઃ૨૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની કૃપાથી,પવિત્ર દેવદેવીઓ જન્મી જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકદેહથી આવી જાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
પરમ શક્તિશાળી દુર્ગામાતા હિંદુ ધર્મમાં,શ્રધ્ધાથી ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહા,સ્મરણ કરી માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળી માતાની ભક્તોને,જે નવરાત્રીમાં નવદેહના દર્શનથાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર નવરાત્રીછે,જેમાં માતાના નવસ્વરૂપને પુજાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે સમજણથી જીવાડી જાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જીવને પાવનરાહે લઈજાય
પવિત્રદેવીઓની કૃપા થઈ હિંદુધર્મથી,જ્યાં અનેકદેહથી માતા જન્મી જાય
માનવદેહને શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપકરી,માતાની પુંજાકરી વંદનકરાય
.....પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે પરમાત્માની પુંજા કરી જાય.
##############################################################