November 3rd 2021
. .પ્રભુની પાવનકૃપા
તાઃ૩/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
ભારતદેહમાં અનેક પવિત્ર તહેવાર,હિંદુ ધર્મમાંજ દરેક વર્ષે મળતો જાય
પવિત્રતહેવારમાં દેવઅનેદેવીઓને,ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે,માનવદેહથી પવિત્ર ભક્તિથી જીવન જીવાય
અદભુત કૃપાળુ પ્તભુછે હિંદુધર્મમાં,જે જઈવનમાં સમયને સમજીને ચલાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
જીવને મળેલદેહ એસમયનીકેડી છે,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જીવને જન્મમરણનો સાથ મળી જાય
કુદરતની આઅદભુતલીલા અવનીપર,જગતમાં નાકોઇજ દેહથી દુર રહેવાય
સમય સમજીને ચાલતા દેહને,પ્રભુની પાવન કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
==================================================================
November 3rd 2021
####
. .જય મારૂતીનંદન
તાઃ૩/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે હનુમાનને,જેમને મારૂતીનંદન પણ કહેવાય
માતાઅંજનીના લાડલદીકરા થયા,પિતા પવનદેવના પવનપુત્રથીઓળખાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
ભગવાને લીધેલદેહ ભારતમાં ભગવાન કહેવાય,જે માનવ દેહપર કૃપા થાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધા છે,જગતમાં ભારતદેશ પવિત્ર થઈ જાય
પવિત્રભક્ત થયા એ શ્રીરામના જે માતા સીતાને,લંકામાં જઈને શોધી જાય
પવિત્રશક્તિનો ઉપયોગ કર્યો શ્રીરામનેમાટે,જેરાજા રાવણનુ દહન કરી જાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
અનેક પવિત્રનામ મળ્યા અંજનીપુત્ર હનુમાનને,એ બજરંગબલી પણ કહેવાય
સંગે એ મારુતીનંદનથીય ઓળખાય,જેમને ભગવાન શ્રીરામનીકૃપા મળીજાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણને બચાવવા,પર્વતને લઈ સંજીવનીલાવી બચાવી જાય
પ્રભુનીકૃપાએ હનુમાનના સુર્યપુત્રી સુવર્ચલાથી લગ્નથતા,તેમના પત્નિ કહેવાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
#################################################################