November 1st 2021
. .સમયનો સાથ મળે
તાઃ૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,એ પાવનકૃપા પરમાત્માનીજ કહેવાય
ગતજન્મે મળેલદેહના થયેલકર્મથી,જે સમયે માનવદેહથી આગમન થાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
કુદરતની આકૃપા કહેવાય,જે જીવને પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,સમયની સમજણ મળી જાય
પવિત્ર કર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં નિર્મળ રાહ આપી જાય
સમયને સમજીને જીવનમાં ચાલતા,શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા થતીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
મળેલદેહને જીવનમાં જન્મમરણનો સંગાથ મળે,જે ઉંમરથીજ મળતો જાય
સમયને સમજીનેચાલતા મળેલ જીવનમાં,સત્કર્મનીરાહ મળે જેકર્મથી દેખાય
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે નાઅપેક્ષા કે કોઇઆશા કદી રખાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપ કરી,પ્રભુને વંદન કરતા પવિત્રકૃપા મળીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
###############################################################
November 1st 2021
. .હર હર ભોલે મહાદેવ
તાઃ૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિદેવ હિંદુધર્મમાં,પવિત્ર શંકર ભગવાનથી ઓળખાય
પરમશક્તિશાળી એદેવ છે,જે ભારતદેશમાં પવિત્ર ગંગાનદી વહાવીજાય.
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
હિંદુધર્મમાં સોમવારના પવિત્રદીવસે,શ્રધ્ધાથી શિવલીંગપર દુધઅર્ચના કરાય
શંકરભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના.થયેલ કર્મથી અવનીપર લાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
શ્રધ્ધાથી ઘરમાં શંકર ભગવાનની પુંજા કરતા,માતા પાર્વયીની કૃપા મેળવાય
જીવનમાં મળેલદેહને નાકોઇ અપેક્ષારહે,જયાં ભોલેનાથની શ્રધ્ધાથીપુંજા થાય
પવિત્રકૃપાળુ પિતા શ્રી ગણેશના કહેવાય,જે ભાગ્યવિધાતા વિઘ્નહર્તા કહેવાય
માતાપાર્વતીની કૃપાથી ગણેશ,કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મી જાય
....પવિત્રધર્મમાં એ પરમકૃપાળુ પરમાત્માનો દેહછે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
################################################################