August 6th 2022
+++
+++
. .પવનપુત્ર મહાવીર
તાઃ૬/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુધર્મમાં ભગવાનરામના પવિત્રભક્ત કહેવાય,એ પવનપુત્ર હનુમાન કહેવાય
પવિત્રરાહે શ્રીરામને મદદ કરતા સીતામાતાને,રાજા રાવણથી એ બચાવી જાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
અયોધ્યાના શ્રી રામને જીવનમાં તકલીફ પડી,પત્નિસીતાને રાવણ લંકા લઈજાય
ભક્ત હનુમાનની મદદથી સીતામાતાને શોધીને,શ્રી રામનો પવિત્રપ્રેમ મળી જાય
મહાવીર એ પવિત્રસંતાન અંજનીમાતાના,જે રામલક્ષ્મણને આકાશમાં ઉડાવીજાય
સીતા માતાને બચાવવા રાજા રાવણનુ,એ લંકામાં આગ લગાડીને બચાવી જાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
માબાપના પવિત્રપ્રેમના આશિર્વાદથી,શ્રી રામના એ વ્હાલા ભક્તપણ થઈ જાય
શ્રધ્ધાથી ઓમ હં હનુમંતે નમો નમઃથી વંદન કરતા,પવિત્રભક્તિપ્રેમ મળતો જાય
ભારતદેશમાં અનેકદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જે જીવને,મળેલ માનવદેહને અંતે મુક્તિ આપીજાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No comments yet.