ગૌરીનંદન ગણપતિ
. ગૌરીનંદન ગણપતિ તાઃ૩૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં પરમાત્મા સમયેજ માનવદેહ લઈ જાય .....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય. પવિત્રકુળની જ્યોત પ્રગટી માતા પાર્વતીથી,પવિત્ર સંતાન ગણપતિ કહેવાય માતાપિતાના અશિર્વાદથી પવિત્રપુત્ર,ગૌરીનંદન ગજાનંદ શ્રીગણેશથી પુંજાય પવિત્ર શક્તિશાળી શ્રી ગણેશ હિંદુધર્મમાં,વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય હિંદુધર્મમાં પવિત્ર તહેવારે મંદીરમાં,પ્રાર્થનાકરી શ્રીગણેશજીની સ્થાપનાકરાય .....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય. ભારતદેશ જગતમાં પવિત્રદેશ થયો,જ્યાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુની પુંજાથાય પવિત્ર હિંદુધર્મ છે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીને કૃપાકરીજાય ગૌરીનંદન ગજાનંદ એ પવિત્ર સંતાન થયા જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થયા જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પ્રભુના લીધેલદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય .....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય. શ્રી ગણેશના પવિત્રદીવસે હિંદુ મંદીરમાં,ગણપતિની ધુપદીપકરી પુંજનથાય પવિત્રકૃપા શંકરભગવાન અને માતા પાર્વતીના,આશિર્વાદ શ્રીગણેશનેપુંજાય માબાપની કૃપાથી હિંદુધર્મમાં શ્રીગણેશ,માનવદેહના ભાગ્યવિધતાય કહેવાય શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજા કરતા થયેલ ભક્તના,એવિધ્નહર્તા પણ થઈજાય .....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય. ####################################################################