December 3rd 2022

કૃપાની પવિત્ર રાહ

 ***એક 'બિલ્વમ' શિવાર્પણમ્ – Gujaratmitra Daily Newspaper***
.            કૃપાની પવિત્ર રાહ

તાઃ૨/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
કુદરતની આપાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,એ અજબલીલા પ્રભુની કહેવાય 
મળેલદેહથી નાજીવનમાં કર્મથી દુર રહેવાય,જે સમયે પવિત્રકર્મની રાહ આપી જાય
એ પરમાત્માની પાવનકૃપા અવનીપર,એ સમયે દેહને જીવનમાં સમજણ મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અને અપેક્ષા કદીય અડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં જે ભારતદેશમાં,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,ભગવાનની સેવા કરી આરતીપણ ઉતારાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની કૃપાએ દેહને પવિત્રરાહ આપીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++