December 1st 2022

જીવનની પવિત્ર રાહ

 **અંગુલિમા અને ભગવાન બુદ્ધની વાર્તા | The Story Of Angulimala And Lord Buddha - Gujarati BoldSky**
.           જીવનની પવિત્ર રાહ

તાઃ૧/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવપર પરમાત્માની પાવનકૃપા કહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,એ મળેલજીવને કર્મ આપીજાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં.જે જીવના દેહને ઉંમરની સાથે લઈ જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિકરાય
સમયસમજીનેચાલવા પ્રેરણામળે જીવનમાં,જે ભગવાનનીપવિત્રકૃપાએ મેળવાય
કર્મનોસંબંધ જગતમાં મળેલમાનવદેહને,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય 
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મોહમાયાનો સંબંધ અવનીપર મળેલ માનવદેહને,નાબીજા કોઇ દેહથી રહેવાય
જગતપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધારદેહ કહેવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં સમજણનોસાથ મળે જેસુખઆપીજાય 
મળેલ જીવનમાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી,આરતીકરી વંદન કરાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
####################################################################