December 30th 2022
પવિત્રકૃપા મમ્મીની
તાઃ૩૦/૧૨/૨૦૨૨.(હિરાબાને શ્રધ્ધાજલી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહથી મમ્મી હિરાબાની,પવિત્રકૃપાથી સમાજનીસેવા કરી જાય
શ્રી નરેંદ્રભાઈ મોદી માતાનીકૃપાએ,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાનથીજ ઓળખાય
....મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
જીવને અવનીપર જન્મ મળે માનવદેહથી,જે નિરાધાર દેહથીજ જીવને બચાવી જાય
સમયે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન,જે મમ્મી હિરાબાને ગાંધીનગર લાવી જાય
પવિત્ર આશિર્વાદ અંતરથી મળે સંતાનને,એ સમાજની પવિત્રરાહે સેવા કરાવી જાય
ગુજરાતમાં સામાજીક કર્મકરી જીવનજીવતા,પત્નિ જશોદાબેનથી નાઅપેક્ષાએ જીવાય
....મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
જગતમાં ભારતના ગુજરાતીઓને પવિત્રરાહ મળી,જે જીવનમાં માબાપની કૃપામળીજાય
પવિત્રરાહે જીવન જીવતા ભગવાનની કૃપાએ,સમયે નરેંદ્રભાઈ ભારતના વડાપ્રધાનથાય
માતા હિરાબાના પવિત્ર આશિર્વાદ મળ્યા જીવનમાં,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
સમયે માતાના દેહને પરમાત્માની કૃપાએ,અવનીપર દેહનુ મૃત્યુથતા જીવને મુક્તિમળીજાય
....મળલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
######################################################################