December 22nd 2022

પ્રભુકૃપા સમયનો

 start your new year with these powerful ganesha mantra
             પ્રભુકૃપા સમયનો  

તાઃ૨૨/૧૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ છે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનો સાથ મળે,જે પવિત્રકર્મથી પ્રેરી જાય
અવનીપર અનેકદેહથી  આગમન મળે જીવને,જે મળેલદેહથી જીવને સમજાય  
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો કહેવાય,જે જન્મમરણથીજ મળે
જીવનમાં નાકોઇ સત્કર્મનો સંગાથમળે,જે નિરાધારદેહથી આગમનવિદાયથાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાય મળી જાય 
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પ્તભુની પવિત્રકૃપા મળે જીવને,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્રરાહે જીવને મુક્તિઆપી જાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
********************************************************************