December 27th 2022

વક્રતુંડ મહાકાય

 ***Parthiv Patel Quotes | YourQuote***
.             વક્રતુંડ મહાકાય

તાઃ૨૭/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
  
પવિત્રકૃપા મળી પિતા મહાદેવની.જે જીવનમાં પવિત્ર ગણપતિથી ઓળખાય
માતા પાર્વતીના આશિર્વાદ મળ્યા સંતાનને,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ગણપતિને શ્રીગણેશાય નમઃથી પુંજાય
જીવના માનવદેહના એ ભાગ્યવિધાતાય કહેવાય,કૃપાએ દેહને સુખમળીજાય
ભગવાનના દેહની શ્રધ્ધાથી પુંજાકરતા,પવિત્રકૃપાએ દેહનેપવિત્રરાહ મળીજાય
પ્રભુની પાવનકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી ભગવાન અનેકદેહથીજન્મીજાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
પરમકૃપાળુ હિંદુધર્મમાં શ્રીગણેશ કહેવાય,જે સમયે રિધ્ધીસિધ્ધીના પતિદેવથાય
પિતા શંકરભગવાનની કૃપામળી,એ ગણપતિ શુભ અને લાભના પિતાથઈજાય
હિંદુધર્મમાં મળેલમાનવદેહના એ ભાગ્યવીધાતા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
શંકર ભગવાનના પરિવારમાં,શ્રીગણેશ એ પવિત્ર કૃપાળુ સંતાન  પણ કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
******************************************************************
---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++