મુક્તિનો માર્ગ
મુક્તિનો માર્ગ
તાઃ૩/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણાગતિનું શરણુ એવું, જે આભને આંટી જાય
દુનિયાના દુષણ દુરભાગે,જ્યાં હાથ પ્રસરી જાય
…….શરણાગતિનું શરણુ.
મળતી માયા મોહની સાથે, ના લગીરે છુટી થાય
નાહકની વ્યાધીઓ લાવી,ઉપાધીઓ વળગી જાય
આગમનને વિદાયની વેળા,ના જીવનેય સમજાય
લીધો આશરો કૃપાળુ નો,મુક્તિનો માર્ગ મળી જાય
…….શરણાગતિનું શરણુ.
સાંકળ સંસારની એવી,કડીકડી ના કદી છુટી થાય
એક છોડતાં બીજી લટકે,ના માનવ મને સમજાય
લગીર છુટે જો માયા જગની, મોહથી મુક્તિ થાય
અંત જીવનો સફળથાય,મુક્તિનો માર્ગ મળી જાય
…….શરણાગતિનું શરણુ.
ભક્તિપ્રેમની સંગત લેતાં,ના અધુરા રહે અરમાન
મળે પ્રેમ સગાં સ્નેહીઓનો, ત્યાં હૈયુ ઉભરાઇ જાય
માગણી ના રહે મનથી,કે ના માનવમન લલચાય
એક આધારભક્તિનો,જ્યાં મુક્તિનો માર્ગ મળીજાય
…….શરણાગતિનું શરણુ.
=============================