July 1st 2021

. .પવિત્ર શ્રધ્ધારાહ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં પવિત્રરાહે જીવન જીવતા,ભક્ત શ્રી જલારામ ઓળખાય
સાથ મળ્યો પત્નિ વિરબાઇનો,જે પ્રભુની માગણીને સમજીને જાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
જલારામની ભક્તિજ્યોત પ્રગટી જીવનમાં,જે પ્રભુની કૃપાએજ દેખાય
મળેલદેહને સંબંધ કર્મનો ધરતીપર,એ સમયની સાથે દેહને લઈ જાય
જીવને જન્મમળે દેહથી એપ્રભુનીરાહે ચીંધાય,જે કરેલ કર્મથીય દેખાય
કુળને પવિત્રરાહે લઈ જવા જલારામને પ્રેરણા થઈ,જે જીવનમાં કરાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
પરમાત્માએ આંગળીચીંધી જલારામને,જે ભુખ્યાને ભોજનઅપાવી જાય
નાકોઇ આશા રહી જીવનમાં,કે નાકોઇજ માગણીની અપેક્ષાય રખાય
પવિત્રકર્મની પરિક્ષા કરવાઆવ્યા,પરમાત્માદેહથી જે પત્નિને માગીજાય
વિરબાઈ પવિત્રશ્રધ્ધાએ મદદકરવાજાય,ત્યાં પ્રભુજોળીજંડોદઇ ભાગીજાય
....એ પવિત્રપરિવાર થયો ઠક્કરકુળમાં,જે હિંદુધર્મમાં પ્રભુને આંગળી ચીંધાય.
##############################################################
No comments yet.