July 17th 2021
૮૮૮
૮૮૮
. .આરાસુરના માતાજી
તાઃ૧૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ એવા વ્હાલા માતા અંબાજી,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્રશ્રધ્ધા પારખી,ગરબે રમતા ભક્તોપર કૃપા કરી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
તાલી પાડીને ગરબે ધુમતા દાંડીયા રાસ સંગે,માતાના ભજન ગવાય
શ્રધ્ધા રાખીને ભાવનાથી વંદન કરતા,ભક્તોને કૃપાનો અનુભવ થાય
પ્રેમથી આરાસુરથી માતા અંબા આવ્યા,એ ભાવિક ભક્તોથી ગવાય
નાકોઇજ આશા કે નાકોઇ અપેક્ષા,એ મળેલદેહને કૃપાથી અનુભવાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટે જગતમાં,જ્યાં પરમાત્માનાદેહને વંદનથાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપ કરાય
મળેલદેહને ગતજન્મના થયેલ કર્મને,માતાની કૃપાથી મુક્તિ મળી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
=========================================================
No comments yet.