July 18th 2021
***
***
. .શક્તિશાળી કૃપાળુ
તાઃ૧૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત લીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહથી અનુભવાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,એ જન્મ મળતા દેહને સમયે સમજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
પરમાત્માની કૃપાનો સંકેત મળે જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,બીજા અનેકદેહથી જીવને જન્મમળીજાય
દેહનો સંબંધ જીવને જગતમાં,જે પ્રાણીપશુજાનવર અને માનવદેહ કહેવાય
માનવદેહ એજ પ્રભુની કૃપા અવનીપર,જે અનેક્દેહથી પ્રભુ જન્મ લઈજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
સુખનો સાગર વહે અવનીપર એદેહનેસ્પર્શે,જે જીવનમાં શાંંતિ આપી જાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેક દેવદેવીના રૂપે જન્મી જાય
પવિત્રદેહથી હિંદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,પ્રભુના દેહથી રાહ ચીંધી જાય
મળેલ મનુષ્યદેહ એ શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવનમાં સુખ મળી જાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
################################################################
No comments yet.