July 25th 2021

. .પવિત્ર બજરંગબલી
તાઃ૨૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર શક્તિશાળી વ્હાલા ભક્ત શ્રીરામના,જે બજરંગબલી કહેવાય
મહાવીર હિંદુધર્મમાં હનુમાન,એ પવનપુત્ર જે અંજનીમાતાનો દીકરો થાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પવિત્ર ભક્તિનીરાહ પકડી જીવનમાં,જે પ્રભુનાદેહ શ્રીરામને મદદ કરીજાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે ધરતીને પવિત્ર કરી જાય
શ્રીરામથી દેહલીધો જ્યાં પત્નિસીતા મેળવાય,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
અવનીપર પરમાત્માના આગમનથી,મળેલ માનવદેહને એસુખ આપી જાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પ્રેમ મળે પરમાત્માનો મળેલદેહને જીવનમાં,પવિત્ર કૃપાથી સુખ મળી જાય
નાકોઇઆશા કે નાકોઇજ અપેક્ષારહે,એજ પાવનકૃપા એજ દેહથી મેળવાય
પ્રભુનોપ્રેમ એ જીવનેમળેલદેહની પવિત્રરાહ,જે દેહના કર્મથીજ મળતી જાય
મળે બજરંગબલીનો પ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી શ્રીરામની ભક્તિ કરાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
================================================================
No comments yet.