August 15th 2022
***
***
. .બમ બમ ભોલે મહાદેવ
તાઃ૧૫/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ શંકરભગવાન છે,જે પવિત્રગંગાનદીને જટાથી વહાવી જાય
માતા પાર્વતીના એ પતિદેવ થયા,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના એ પિતા કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
પરમકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,જેમની સોમવારે ઓમ નમઃ શિવાયથી પુંજા કરાય
ભારતદેશમાં હિમાલયપર પવિત્ર ગંગાનદીને વહાવી,મળેલમાનવદેહને અમૃત આપીજાય
ભગવાનના દેહને પવિત્રરાહ આપવા હિમાલયદેવની,પવિત્ર પુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રક્ર્પાથી જીવનમાં સંતાન થયા,જે ભાગ્યવિધતા અને વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાન હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે શ્રી કાર્તિક થાય,અને દીકરી અશોક સુંદરી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહ્સ્થીજન્મલઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રરણાથી ક્ર્પા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
#########################################################################
No comments yet.