January 19th 2009

સોનેરી સુરજ

                                   સોનેરી સુરજ
                       (દેશભક્તિ ગરબો)
                     (ઢાળઃ દાદા હો દીકરી)
તાઃ૨૧/૧૨/૧૯૭૭                        પ્રદીપ બ્રહ્મભટ્ટ્

ઉગ્યો આ દેશમાં સોનેરી સુરજ..(૨)
            બાપુના ખંતથી ને બા ના સહકારથી..(૨)
                                  …….ઉગ્યો આ દેશમાં સોનેરી
૨૬ મી જાન્યુઆરી દુનીયાને યાદ છે
સરદારનો સાથ હતો, દાદાએ દેકારો દીધો…(૨)
નહેરુજી દઇ ગયા, દેશને બલીદાન રે….(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી
લાલ અને બાલ સહિત,પાલનો સહકાર હતો
ભગતસિંહે ભેખ લીધો,શિવાજીએ શાન રાખી
તાત્યા ટોપે એ દીધો દેશ માટે જાન રે…(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી
ઝાંસીની રાણીની ઝંખના દેશની આઝાદીની
શહીદોના બલીદાનથી, મરદોના માનથી
સુભાષચંદ્ર જેવા દેશભક્ત નેતા જે શાન છે..(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી
૧૫મી ઓગસ્ટ છે દેશ માટે દિવસ આનંદનો
દેશબંધુઓએ દેશમાટે,શાણપણથી સાથદીધો
વિનોબાભાવેએ પ્રેમે સૌનો સંગાથ લીધો રે..(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી
જલ્યાવાલા બાગનો શહીદોનો દુઃખદ હત્યાકાંડરે
મદનમોહન માલવીયાએ માનત્યજી મોહત્યજ્યા
ઠક્કર બાપાએ શ્રધ્ધાએ કામ કરી દાન કર્યારે..(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી
સરહદના ગાંધીને ભુલી જવાય ના..(૨)
અબ્બાસ તૈયબજી ગોંધી રખાયના,
આંબેડકરને કેમે ભુલાય નહીં..(૨)
સરોજીની નાયડુએ સંસાર ત્યજ્યો રે…(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી
રાધાકૃષ્ણની સેવા અજોડ બની ગઇ…(૨)
જે પી ના નામથી જગને જીતાય છે
રામકૃષ્ણ પરમહંસ જેવા પરમદયાળુ..(૨)
શાસ્ત્રીનું શાણપણ દેશમાં વિસરાય નહીં રે..(૨)
                                   …….ઉગ્યો આ દેશમાં સોનેરી

==============================================
     ઉપરોક્ત ગરબો આણંદની મુખ્યકુમાર શાળાના સંગીત શિક્ષક શ્રી ઇશ્વરભાઇ પારેખના
કહેવાથી ૨૬મી જાન્યુઆરી ના દીને સાંસ્કૃતીક કાર્યક્રમમાં રજુ કરવા માટે લખેલ હતો જે
તેઓને અર્પણ કરેલ. તાઃ૨૧/૧/૧૯૭૭.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment