કસોટી ભક્તિની
કસોટી ભક્તિની
તાઃ૨૫/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય જલારામ, બોલો જય જય જલારામ
       જગમાં દેતા અન્નનુ દાન,સાથે ભજતા પ્રભુરામ
                                            …….જય જય જલારામ
મુક્તિ જગથી લેવા કાજે, લીધુ રામનુ શરણુ
       ભક્તિ કરતાં જનજીવનમાં,અપમાન ઘણુ મળતુ
મનમાં ના મુંઝવાણ રહેતી,સદારહે પ્રભુ સાથે
       આધીવ્યાધી જતી રહેતી,જ્યાં પ્રભુ કૃપા મળતી
                                            …….જય જય જલારામ
વીરબાઇ માતા સંગે ચાલ્યા,ભક્તિ પ્રેમે કરતા
      એકજ આશા હૈયે રાખી,પતિની કેડી પકડી સાથે
આવ્યાપ્રભુ દાન માગવા,કસોટી ભક્તિનીકરવા
       કરી અર્પણ પત્ની પ્રભુને જન્મ જ સાર્થક કીધો
                                            …….જય જય જલારામ
દ્વારે જલાના ભીખમાગવા આવ્યા પ્રભુશ્રીરામ
       અજબ શક્તિ ભક્તિની કે આવ્યા અવનીધારી
દેહ ધરી ભિક્ષુકનો પ્રભુજી આવ્યા વિરપુર ગામે
       ઝોળી દંડો છોડી ભાગ્યા જે ભક્તિનો આધાર
                                            …….જય જય જલારામ
================================================