January 25th 2009

સારેગમ

                                સારેગમ                        

તાઃ૨૪/૧/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સારેગમ શીખતો તો ત્યાં,પધનીસા મળી ગઇ
જીંદગી એકલો જીવતો,ત્યાં પત્ની આવી ગઇ
                               ………..સારેગમ શીખતો તો

મુક્ત જીવનમાં ના કોઇ ધ્યેયને ના કોઇ આશા
આગમન અવની પરના ને,નાકોઇ હતી વ્યાધી
મહેનત મનથી કરતાં જીવન ચાલતુ ધીમુ ધીમુ
મળીગઇ જ્યાંસહવાસીની,જીવનમાં આવીઆશા
                                ………..સારેગમ શીખતો તો
એક અનોખો આભાસથયો ને ઉજ્વળ જીવનદીસે
મનમાં જાગી એક આશા કે માનવ જીવન મહેંકે
હાથમાં જ્યારે હાથ મળ્યો,લાગ્યુ મહેંકવા જીવન
અનંત આશા ને અભિલાષા,ભરાઇ ગયુ આ વન
                                  ……….સારેગમ શીખતો તો

##########################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment