September 19th 2009

ભાગ્યની ભીખ

                      ભાગ્યની ભીખ

તાઃ૧૮/૯/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

દમડી,દયાને દાનની જગમાં કિંમત છે
       જીવને જગતમાં જીવવાની એમાં હિંમત છે
                                  …….દમડી,દયાને દાનની.

દુનીયાની દોરી સંભાળવા દમડીનો ડંકો છે
      પૃથ્વી પરના કામમાં સઘળું જ તેમાં છે
અવની પરના આગમનમાં ના એંધાણ છે
       મળી જાય દમડી જીવનમાં તેની વાહવાહ છે.
                                 …….દમડી,દયાને દાનની.

દયા જગતમાં પામવા પ્રભુને વંદન છે
       કરુણાસાગરની અજબલીલા મોટી જગમાં છે
કોણ ક્યારે કેવીરીતે પામીજાય દયા જીવે
       આવી અવનીએ મળે દયા તો તેનો ઉધ્ધાર છે
                                 …….દમડી,દયાને દાનની.

કુદરત કેરા ન્યાયમાં ના કોઇ ભેદભાવ છે
       મળતી માયા મોહ જીવે જો તેમાં જડે જ્યોત
જીવની જગેના ખોટ જ્યાં મોહમાયા દાનકરે
       સૃષ્ટિનીમળે અપારલીલા સંગે જીવના અંતેરહે
                                 …….દમડી,દયાને દાનની.

=======================================

September 18th 2009

અશાંન્તિ ભાગી

                      અશાંન્તિ ભાગી            

તાઃ૧૭/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ દુનીયાની માયા, જગમાં ના કોઇએ છે જાણી
જીવ જગતની એ જ લીલા,પરમાત્માએ છે આણી
                            ……..દેહ દુનીયાની માયા.
મળે જગતમાં દેહ જીવને,મોહ માયા વળગી ચાલે
કદીકકદીક મોહ તોછુટે,પણ માયાતો કદીના ભાગે
મન માનવતા સંબંધ સાચવે,ના તેમાં કોઇ વાણી
મળીજાય મમતા જ્યાંઆવી,રહેના જીવનમાંખામી
                            ……..દેહ દુનીયાની માયા.
પશુપક્ષીની પ્રીત ન્યારી,મળી જાયએ માનવતાએ
સાચીમાયા પ્રેમ પારખે,નીરખીલે એ માનવ જ્યારે
પરમાત્માની અમી દ્રષ્ટિને,ના સમજે માનવ આવી
સાચાસંતની સેવામળતા,ભક્તિજોઇ અશાંન્તિભાગી
                           ……..દેહ દુનીયાની માયા.

+++++++++++++++++++++++++++++++++

September 17th 2009

જીંદગીના પગથીયા

                    જીંદગીના પગથીયા

તાઃ૧૬/૯/૨૦૦૯                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનુષ્ય જીવન મળતા જીવને,જગે મળી ગયા સોપાન
સમજી વિચારી ચાલે પકડી,મળીજાય જગમાં સન્માન
                                       ……..મનુષ્ય જીવન મળતા.
જન્મ મળતા મળે પ્રથમ સોપાન જેને માબાપ કહેવાય
અવનીપરના આગમનમાં સૌપ્રથમ તેમને પગે લગાય
બાળપણથી બહાર નીકળતા,જીવને મળે બીજુ  સોપાન
પગે લાગી પ્રેરણા દેતા ગુરુજીને હૈયે અતી આનંદ થાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.
જુવાનીના પાયાને પક્ડી, જ્યાં મનથી જ મહેનત થાય
સોપાન ત્રીજાએ પામવા દ્રષ્ટિ પ્રભુની ઘરમાંદીવો થાય
બારણુ ખોલતા સુર્યદર્શને મળીજાય જીવનેચોથુ સોપાન
ઉજ્વળ પ્રભાતને પારખી  લેતા જીવ આનંદે જ મલકાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.
પાંચમુ સોપાન જીવની મુક્તિ કાજે પ્રભુને શરણે જવાય
જીવની દરેક પળને પારખવા જગમાં તે દયાળુ કહેવાય
સોપાન છઠુ જગમાં ઉત્તમ,જ્યાં વડીલને સન્માન દેવાય
મળી જાય જ્યાં આશીર્વાદ જ મનથી જીવન મહેંકી જાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.
જીવનમાં માનવતા મહેંકાવવા સાતમુ સોપાન ચઢાય
સંતની આશીશ મેળવી લેવા સાચા સંતની સેવા થાય
અંતે આવે સોપાન આઠમું જ્યાં માનવ જીવન હરખાય
પતિપત્નિને સંતાનનીસાથે ઉજ્વળ ભવિષ્ય છે વર્તાય
                                    ………..મનુષ્ય જીવન મળતા.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‌ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

September 15th 2009

લગાર દ્રષ્ટિ

                    લગાર દ્રષ્ટિ

તાઃ૧૪/૯/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

દ્રષ્ટિ જગમાં છે નિરાળી,અસર છે તેની અનેક
ભક્તિની જો દ્રષ્ટિ પડે,તો જીવનપણ મહેંકે છેક
                           ………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
પડે સંતાને માબાપની,તો જન્મ સફળ થઇ જાય
ડગલેપગલે પ્રેમ જ મળે,ને સરળ સફળતા થાય
વ્યાધીઓને મુકી પાછળ,શાંન્તિ સદા મળી જાય
જીવનનેમળે સોપાન સરળ,માબાપનેઆનંદથાય
                             ………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
મિત્રતાની દ્રષ્ટિનિરાળી,પડીજાય મિત્રપર લગાર
મળી જાય સહકાર સાથે,જ્યાં વ્યાધીદેખે પળવાર
હાથ ઝાલીને ઉભા રહે,ને કમરે ટેકો સદા દઇ જાય
જુવાનીના બારણે સાચો,સહારોજીવનમાંઆવીજાય
                             ……….દ્રષ્ટિ જગમાં છે નિરાળી.
જોશ મોહને કાયાનાબંધન,જગે દેહમળે મળીજાય
લગારદ્રષ્ટિ પડે સાચા સંતની,મોહમાયા ટળી જાય
ડગલે પગલે જીવ જાગે,ના મતી ખોટી થઇ વર્તાય
પરમાત્માની દ્રષ્ટિ નીરાળી,મુક્તિનો માર્ગ છેદેખાય
                              ………દ્રષ્ટિ જગમાં છે નિરાળી.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

September 13th 2009

ઢોલ નગારા

                        ઢોલ નગારા

તાઃ૧૩/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ નગારા વાગતાં ગામમાં, માનવ સૌ મલકાય
આવ્યો અવસર પ્રેમનોઆજે,જેની રાહસદા જોવાય
                             ……….ઢોલ નગારા વાગતાં.
ભક્તિ કેરા દ્વાર જ ખુલતા,કુંપળ પ્રેમનીછે લહેરાય
આવે ભક્તો દ્વારે દોડી,ને હારતોરા હાથમાં  દેખાય
રામનામની ધુન મચાવી,જીવનપ્રેમ મ્હાલવા કાજ
શાંન્તિ પામી જીવ મલકાય,પ્રભુ ભજન કરવાસાથ
                               ……..ઢોલ નગારા વાગતાં.
બહેનો આવે દોડી માણવા, અવસર અનેરો જે આજ
કંકુ ચોખા ને ચુંદડી માથે,છે માની પુંજા કરવા કાજ
સિંદુર કપાળે શોભે નારીને,આવેએ તાલીઓના તાલે
ઉમંગ આજે  એવો અનેરો, જેનો જોઇએ સૌને  લ્હાવો 
                              ………ઢોલ નગારા વાગતાં.
માડી તારા આગમનની,રાહ સદા જગજીવન છે જુએ
પામવા તારો પ્રેમ સદા મા, ભક્તિ પગલા તારા ધુએ
મનમંદીરના દ્વાર ખોલીને,કરુણા પામવા મનથી પુંજે
આવજે માડી દેવાપ્રેમ,ને માણજે ભક્તોનો અખંડપ્રેમ
                                ……..ઢોલ નગારા વાગતાં.

<><><><><><><><><><><><><><><><><><><><

September 13th 2009

સહેલીઓના સંગે

                     સહેલીઓના સંગે

તાઃ૧૨/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ વાગે મૄદંગ વાગે, અને મંજીરા દે તાલ
આવો આજે ગરબે ઘુમવા, થઇ આવો તૈયાર
                      ……..સહેલીઓ ગરબે રમવા આજ
માડી તારા ગુણલા ગાતા,હૈયે હરખ ના માય
દેજે કરુણા દ્રષ્ટિ અમપર,ગરબા તારા ગવાય
પ્રીત રાખી પ્રેમ પામવા,તુ દેજે અમને લગાર
આવી સહેલીઓ ગરબા ગાવા હૈયે રાખી હામ
                        …….સહેલીઓ ગરબે રમવા આજ.
ચાચર ચૉક માની માડી,આવજે અમારે દ્વાર
પ્રેમ ભાવથી દીપ કરીને,ગરબા ગઇએ આજ
તાલીઓના તાલેમાડી,પ્રેમભક્તિ કરવા કાજ
ચુંદડીના સથવારે રહીને, રહેજે જીવન સાથ
                        ……..સહેલીઓ ગરબે રમવા આજ.
નવરાત્રીના નવલા દિને,કરજે કરુણા અપાર
ભક્તિ તારી પ્રેમથી કરીએ,ગુણલાગાતાઆજ
આવજેમાડી આશીશદેવા,ઉજ્વળ જીવનકાજ
ગરબાતારાગાતાપ્રેમથી,અમને હૈયેમાંવિશ્વાસ
                         ……..સહેલીઓ ગરબે રમવા આજ.

જય જય અંબેમા,જય જય અંબેમા,જય જય અંબેમા,જય જય અંબેમા.

September 12th 2009

આંગળી પકડી

                        આંગળી પકડી

તાઃ૧૨/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી જલાબાપાની,હું ચાલતો ડગલાં ચાર
ટેકો દીધો મને સાંઇબાબાએ,આ જીવની મુક્તિ કાજ
                          …….આંગળી પકડી જલાબાપાની.
ભક્તિમાં તો મન લાગેલુ,જ્યારથી આવી સમઝણ
પામવા પ્રેમ પરમાત્માનો,ના મનમાં કોઇ મુઝવણ
મળેલ માબાપના પ્રેમમાં,ભક્તિની સીધી એક દોરી
કરતોમાળા પ્રેમભાવથી,મેળવવા પરમાત્માની દ્રષ્ટિ
                             …….આંગળી પકડી જલાબાપાની.
ઉજ્વળ દીઠી સાચાસંતની ભક્તિ,સંસારે પકડી લીધી
માળાકરતાં જલાસાંઇની,ભાગી આવતીજગની વ્યાધી
માતા વિરબાઇની શ્રધ્ધા, સાથે જલારામનો પ્રભુ પ્રેમ
મળી ગયા મને રસ્તા સાચા,ને તકલીફના ભાગે વ્હેણ
                              …….આંગળી પકડી જલાબાપાની.
સવાર સાંજની ભક્તિ ન્યારી,જીવેમળે સદાબલીહારી
ઉત્તમ આનંદ સ્નેહ મળે,ને  વરસે સદા પ્રેમની વર્ષા
મુક્તિના માર્ગ  ખુલે જે મનને શાંન્તિ પણ આપીજાય
વ્હાલા સંતો પ્રેમ કરે જે જીવને ભક્તિ પ્રેમ દઇ જાય
                           ……….આંગળી પકડી જલાબાપાની.

==================================

September 12th 2009

વાત,નિવૃતી નિવાસમાં

                                   વાત,નિવૃત્તી નિવાસમાં                                   

તાઃ૧૯/૪/૨૦૦૯                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

 
           આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને તો એમ થયુ કે આવુ થાય તેના કરતા તો સંતાન ન હોય તો કમસેકમ મનને શાંન્તિ તો મળે કે આપણી કોઇ જવાબદારી બાકી રહેતી નથી.આજે બધા સમય કરતાં વહેલા આવી બેસી ગયા કારણ આજે તેઓની સંભાળ રાખનાર સરગમબેન તેમના જીવનને લગતી કડી સંભળાવવાના છે. આમ તો સરગમબેન વડીલોની સેવા કરે અને ઓફીસનુ કામ પતાવી તેમને ફાળવેલ રુમમાં જઇ સુઇ જાય. પણ ગયા  વખતે મનુકાકાની વાત સાંભળી તેમનુ પણ મન ભરાઇ આવ્યું. સામાન્ય રીતે તેઓ આ હૉલમાં ન આવે કારણ દિવસ દરમ્યાનના કામથી થાકી જાય એટલે તેઓ માનસીક આરામ અને ભક્તિમાં થોડો સમય આપે.          
      ઑફીસના કામને આટોપી સરગમબેનને હૉલ તરફ આવતા જોઇ બધા જ શાંન્ત થઇ ગયા. સામાન્ય રીતે તો એકબીજાની સાથે વાતો ચાલતી હોય અને જ્યારે કોઇ પણ વૃધ્ધ જોડી પોતાની વાત કરે ત્યારે વચ્ચે વચ્ચે વાતો પણ થઇ જાય. બધાને આજે શાંન્ત રહેવામાં જ સરળતા દેખાઇ કારણ સરગમબેન એ બધાનો પ્રેમ પામી ગયા છે. બેન બારણે આવ્યા એટલે રધુકાકાએ પધારો બેટા કહ્યુ ત્યારે સરગમબેન બંધ હોઠે હસ્યા પણ ખરા.રાવજીકાકા કહે બેટા અહીં બેસો, તો મણીકાકી કહે બેટા અહીં મારી પાસે બેસને.પણ સરગમબેન કહે આજે તો  હું બધાની વચ્ચે જ બેસવાની છુ કારણ તમે બધાજ મારા છો.વચ્ચે બેસી કોઇપણ જાતનો વિચાર કર્યા વગર જ વાત શરુ કરી કારણ આજે તે જે કહેવાની છે તે  તેના જીવનમાં બનેલી હકીકત છે.
      બધા જ વડીલો શાંન્ત જોઇ સરગમબેને વાત શરુ કરી. મારો જન્મ આણંદ તાલુકાના એક નાના સમૃધ્ધ ગામમાં થયો હતો. ત્રીસથી પાંત્રીસ હજારની વસ્તીવાળુ ગામ. ગામમાં ખેડુતો,દુકાનદારો તથા બીજા નાના વ્યવસાયો હતા,હાઇસ્કુલ સુધી ભણવા સ્કુલ પણ હતી આગળ ભણવા માટે બાજુના મોટા શહેરમાં જતા ભણતર બાદ સારી નોકરી પણ શહેરમાં મળી જતી એટલે ગામમાં રહી વ્યક્તિઓ શહેરમાં નોકરી કરવા જતી. મારા બાપુજીનુ ગામમાં માન હતુ તેઓ ગામના સરપંચ હતા મારા દાદા પણ ગામના સરપંચ હતા એટલે ગામમાં અમારું કુટુંબ સામાજીક રીતે સેવાભાવીક હતુ.
             ગામમાં  હીન્દુ,મુસ્લીમ,શીખ,ઇસાઇ,હરીજન એમ બધી જ કોમના માણસો પોતપોતાના વ્યવસાય કરી પ્રેમથી જીવતા.હુ જ્યારે સ્કુલમાં જતી ત્યારે એક વખત મને યાદ છે કે મારાથી સ્કુલમાં આપેલ લેશન ઘેર સગા આવેલા તેથી મારાથી ના થયું ત્યારે મને મારા સાહેબે  લેશન ન લાવ્યાની સજામાં હાથમાં ફુટપટ્ટીથી મારેલ ત્યારે મારી બહેનપણી સાહિદા અને મૅરીની આંખમાં પાણી આવી ગયા હતા. સ્કુલથી છુટ્યા પછી તેઓ બન્ને મને બાઝીને રડી હતી.આવો અમારો પ્રેમ હતો.અત્યારે મેરી તો પરણીને અમેરીકા ચાલી ગઇ ઘણી વખત તેના ફોન આવે છે ત્યારે અમારા બંન્નેની આંખમાં પાણી આવે છે. સાહિદાને પણ ઘણી સારી નોકરી મળી છે તેના પતિ પણ સરકારી ઓફીસમાં ઘણી સારી જગ્યા પર છે.
                     સમય તો કોઇ પકડી શકતુ નથી. મારી ઉંમર ૧૮ વર્ષની હતી.મને યાદ છે તે પ્રમાણે તે દિવસ શનીવારનો હતો એટલે સ્કુલ બપોરેછુટી ગઇ.હુ ઘેર આવી. સાંજે છએક વાગ્યાના અરસામાં શેરીમા દોદાદોડ,બુમાબુમ અને ભાગમભાગનો અવાજ સંભળાયો. હું તથા મારી મમ્મીતરત બહાર બારણા તરફ દોડ્યા અને જોઈએ છીએ કે અમારા જ ગામના ગુલામકાકાના દિકરા અને તેમના ભાઇબંધો હાથમાં લાકડા લઇને બધાને મારે છે અને એક જણે મારા પપ્પાના માથે જોરથી લાકડાનો દંડો મારતા તેઓ પડી ગયા અને બુમાબુમ કરવા લાગ્યા. ગામના મુસલમાન અને હિન્દુઓ વચ્ચે કોમવાદી ઝગડો થતા મારા પપ્પાને પણ માર્યા માથામાંથી સખત લોહી નિકળતુ અમે જોઇ રહ્યા છે પણ અમે લાચાર બની ગયા અમારાથી બીકને કારણે તેમને ન બચાવી શક્યા.આ પ્રસંગ જોઇ મારી મમ્મી ભાગી પડી મારાથી કાંઇ જ ના બોલાયુ.મારા પપ્પાનુ અવસાન થયું. અમે નીરાધાર બની ગયા. મારા મામાને પેપરમાં સમાચાર વાંચતા ખબર પડી કે મારા પપ્પાનુ અવસાન થયુ છે. તેઓ તુરત બીજે દીવસે આવ્યા. મારી મમ્મી તો પોતાનું ભાન ભુલી ગઇ હોય તેમ પોતાના ભાઇને પણ ના ઓળખી શકી.મામાની આંખમાં પાણી આવી ગયું. તેમના ઘણા પ્રયત્ન પછી હુ અને મમ્મી તેમને ત્યાં ગામ છોડીને ચાલ્યા ગયા.

                       મારા ભણતરમાં મને હંમેશાં વડીલોએ જ પ્રેમ અને સહકાર આપ્યો છે. ભણતર પુરુ થાય તે પહેલા મારી મમ્મી આઘાત સહન ન કરી શકવાને કારણે પ્રભુના શરણમાં ચાલી ગઇ.મને મામાએ ઘણુ સમજાવી અને તેમની સાથે રહેવા રોકી પણ મને ખુબ જ દુઃખ થયુ કે આ જગતમાં માનવ માનવ તરીકે નહીં પણ કોમવાદની પડખે કેમ જીવે છે? શા માટે હિંસા અને દ્વેષ રાખી જગતના જીવોને દુઃખી કેમ કરે છે? મામાને કહ્યા વગર હું આ આશ્રમમાં આવીને પ્રભુકાકાને મળી.તેઓ અહીંના સંચાલક હોઇ મારા માટે લાગણી થતાં મને અહીં રહેવા એક રુમ આપી. આજે એજ રુમમાં હુ રહું છું. મને માબાપનો પ્રેમ ઓછો મળ્યો છે એટલે ભગવાને મને તમારા સૌનો પ્રેમ મળે તે તક આપી. મારા માબાપ,ભાઇભાંડુ એટલે કે મારુ સર્વસ્વ તમે જ છો.અને તમારા આશીર્વાદે મને સર્વ શાંન્તિ મળે છે.

                    અને અંતે હુ એટલુ જ કહીશ કે તમે જ મારુ જીવન છો.

                    બધાની આંખમાં પાણી આવી ગયા.ઇસ્માઇલકાકા તો સરગમબેનને બાથમાં લઇ ધ્રુશકે ને ધુશ્કે રડી પડ્યા તો સવિતાકાકી પણ મોટેથી રડી પડ્યા.પ્રસંગ એવો દેખાય કે જાણે સરગમબેનને તેમના માબાપ ભાઇબહેન સાથે સર્વસ્વ અહીંયાંજ મળી ગયુ છે.

                    ક્યારે સભા હોલમાંથી બધા પોતપોતાની રુમમાં ગયા અને ક્યારે સુઇ ગયા તેનો કોઇને ખ્યાલ નથી. બીજા દીવસની સવાર  કુકડાના અવાજથી આવી ગઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

September 11th 2009

આવરે માડી

                       આવરે માડી

તાઃ૧૦/૯/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવાગઢથી માકાળકા,ને અંબાજીથી માઅંબા
નવરાત્રીના નોતરે, મા આવજો હ્યુસ્ટન રમવા
                            ………પાવાગઢથી માકાળકા.
ગરબે ઘુમતી નાર,મા તારા પ્રેમે ગુણલા ગાય
આંખને મીંચી મનથી,મા તારાએ દર્શન કરતી
પગલેપગલે નારી મંદીરના સોપાન મા ચઢતી
કરજે કરુણા દ્રષ્ટિ ને દેજે હૈયે પ્રેમ ભરેલી પ્રીતી
                            ………પાવાગઢથી માકાળકા.
મા ઢોલનગારા વાગે છે,ને દાંડીયા વાગે સાથે
ઝાંઝર છુમકે ત્યારે,તારા પગલાં પાવન લાગે
લાલ રંગની ચુંદડી ને કંકુ પણ રંગ લાવે લાલ
જીવન જ્યાંમાનાચરણે જાણે અમૃત મળ્યુઆજ
                            ……..પાવાગઢથી માકાળકા.
આવજે દ્વાર અમારે માડી તું દર્શન દેવાને કાજ
આરાસુરની અંબા પધારેને પાવાગઢથી કાળકા
નવરાત્રીના નવદીવસની પુંજા સ્વીકારવાઆજ
પવિત્ર પ્રેમ ભાવના રાખીને કરીએ આરતીસાથ
                            ……..પાવાગઢથી માકાળકા

<><><><><><><><><><><><><><><><><><><>

September 11th 2009

માતાના મંદીરે

                માતાના મંદીરે

તાઃ૧૦/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારા આંગણે આવી માતા,સિંદુર કંકુ છે કપાળે
કરુણા કરજે પામુ જીવન,ભરથાર સદા સથવારે
                            …….તારા આંગણે આવી.
ચુંદડી માથે જગે પહેરાવી,સાચવી સદા તુ રાખે
પળપળના પ્રેમના વાદળ,તુ સદા રાખજે સાથે
મળે માનવતાનો પ્રેમ મને,ના દેખાવ કદીઆવે
રહેજે સંગ પળે પળ માડી,રહે પતિપ્રેમ પણસંગે
                            …….તારા આંગણે આવી.
ગરબા મા તારા હુ ગાતી, સહેલીઓ પણ ઘુમતી
તાલી તાલમાં લેતા ગાય, ઘુમે મા ગબ્બરવાળી
ચુંદડી મા ચમકાવજે ઘરમાં,પ્રેમ મળે મને સૌનો
પગલે પગલે શક્તિ દેજે,ને જીવન ઉજ્વળ કરજે
                            …….તારા આંગણે આવી.
નવરાત્રીના પવિત્રદીનો,મા તારા ગુણલા ગાવા
સખી સહેલીઓ સંગે આવે,મા કરુણા તારી લેવા
જન્મ સફળ ને જીવન ઉજ્વળ, મળે તારા શરણે
દેજે કરુણા ભક્તિસ્વીકારી,દ્રષ્ટિપ્રેમની પણ કરજે
                             …….તારા આંગણે આવી.

+++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »