પ્રેમની આગ
પ્રેમની આગ
તાઃ૨૯/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રગટે એ જ્યારે જ્યારે,
                   પ્રકાશ છે ભઇ ત્યારે ત્યારે
એના વિના બધે છે કાળુ,
                    જગમાં હોય અષાઢ છોને
                    ………..પ્રગટે એ જ્યારે જ્યારે.
પ્રેમની આગમાં બળી જતાં,
                    જીવન જીવ્યા ના ગમતા
મળે એ જ્યારે પ્રેમની જ્યોતીને….(૨)
                 કામના પ્રેમે વણાતી ભાઇ…(૨)
                       ………પ્રગટે એ જ્યારે જ્યારે.
વેરની જ્વાળા લાગી જેને
                 કર્મો મનગમતા કરેએ ખોટા
આગ સમાઇ જ્યારે મનમાં…(૨)
              શીતળચંદન જેવાભાસે ભાઇ…..(૨)
                       ……….પ્રગટે એ જ્યારે જ્યારે.
+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+