January 22nd 2010

માનવતા

                          માનવતા

તાઃ૨૧/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સારા કામમાં સાથ આપવો,ને બનું  હું કોઇનો ટેકો
બનવુ મારે માણસ જગ પર,જેનો હરખ છે અનેરો 
                  ……….સારા કામમાં સાથ આપવો.
જન્મ મરણ ના જીવને બંધન, સરળતાનો સહવાસ
મહેનત મનથી કરવી જગ પર,ના રહે કોઇ બાકાત
કર્મ બંધન મેળવવાજીવને,જન્મ અવનીએ અપાય
આવી ધરતી પરના બંધન,માનવતાએ મળી જાય
                     ……..સારા કામમાં સાથ આપવો.
મારુએ સહજતા આપણુ એપ્રેમ,માનવી જન્મે જેમ
આગમને અણસારમળે,જ્યાં માનવી બુધ્ધિની દેન
કરતાં કામ સ્નેહની સાથે,ત્યાં સફળતા આવી જાય
બની કોઇનો સહારો જીવનમાં,પ્રભુનીકૃપા મેળવાય
                   ………..સારા કામમાં સાથ આપવો.

____________________________________

January 22nd 2010

ભક્તિ,પ્રેમ અને કૃપા

                ભક્તિ,પ્રેમ અને કૃપા

તાઃ૨૧/૧/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય પારખી જગમાં ચાલતાં,જન્મ સફળ થઇ જાય
પાવનજગમાં ભક્તિ પ્રેમ મળતાં,પ્રભુકૃપા મળી જાય
                           ………સમય પારખી જગમાં.
નિત્ય સવારે નિર્મળ ભક્તિ લેતા,ઉજ્વળતા લહેરાય
પામવા જગમાં લાગેજીવન,જ્યાં માનવતા મહેંકાય
ભક્તિકરતાં મન પણ હરખાય,જ્યાં પ્રેમે ભજનથાય
મળતી માયા પરમાત્માથી,શીતળ જીવન થઇ જાય
                          ………સમય પારખી જગમાં.
આવીપ્રેમ મળે જીવનમાં,જ્યાં સંસ્કારના છે સોપાન
મળવા મનથી હૈયા તરસે,ના અપેક્ષાય કોઇ રખાય
ડગલે પગલે સહકારમળે,ત્યાં ઉજ્વળ પ્રેમ જ દેખાય
મળી જાય જગતમાં પ્રેમ સાચો, જીવન સાર્થક થાય
                           ………સમય પારખી જગમાં.
દેખાદેખની માયા નાવળગે,ત્યાં પરમપિતા હરખાય
નિર્મળહૈયે ભક્તિ કરતાં,જીવને પ્રેમ સૌનો મળીજાય
રામનામની જીવને મળે કેડી,ત્યાં કૃપા અપાર થાય
આવી આંગણે પરમાત્મા પણ,જીવને મોક્ષ દઇ જાય
                          ……….સમય પારખી જગમાં.

************************************