April 1st 2010

સત્કર્મોના સોપાન

                   સત્કર્મોના સોપાન

તાઃ૧/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન મહેંકે,જ્યાં સત્કર્મોને સહવાય
નીજ જીવનનાદ્વારે આવે,સ્નેહલઇને સથવાર
                      ………માનવ જીવન મહેંકે.
દેહ મળે જીવને જગમાં,જે માબાપ થી દેવાય
પ્રેમનીવર્ષા સદાવરસે,જ્યાં વંદનતેમને થાય
બાળપણના બારણાખોલી,દેહ જુવાનીમાં જાય
સંસ્કારના પ્રથમ સોપાને,જીવન ઉજ્વળ થાય
                       ………માનવ જીવન મહેંકે.
મહેનત મનથી કરતાં દેહે,સફળતાને મેળવાય
વાણી વર્તન સાચવી લેતાં,મળી જાય સહકાર
સહચારીનો સાથમળતાં,પ્રેમ જીવનમાં દેખાય
હાથમાં હાથ મેળવતાં જ,સોપાન ઉજ્વળથાય
                       ………માનવ જીવન મહેંકે.
માનવતાની શક્તિ સાચી,જે ભક્તિએ મેળવાય
તનમનને સંભાળતાં,વર્તને પ્રભુકૃપા મળી જાય
માગણીદેહને નાકરવીપડે,જે મુંઝવણ દે વારંવાર
સાચા સંતની સેવાએ,સત્કર્મોના સોપાનમેળવાય
                       ………..માનવ જીવન મહેંકે.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment