April 21st 2010

આવતીકાલ

                           આવતીકાલ

તાઃ૨૧/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સાચવી ચાલે માનવ,ના જીવનમાં પસ્તાય
સમજી વિચારી પગલું ભરતાં,જીવન ઉજ્વળ થાય
                    ………..સમય સાચવી ચાલે માનવ.
મોહમાયા તો બારણેઆવે,લઇ કળીયુગનો સંગાથ
મનથી દ્રષ્ટિ પારખી લેતાં,સમય સમય સચવાય
મહેનતનો અણસાર મેળવતાં,વ્યાધીઓ ભાગે દુર
ભુતકાળને ભુલીજતા જીવની,આવતીકાલ મહેંકાય
                     ……….સમય સાચવી ચાલે માનવ.
બાળપણને પાછળમુકતાં,જુવાનીમાંભણતરનેલેવાય
બુધ્ધિને મહેનત મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતાં,સૌનો સાચોપ્રેમ મેળવાય
આશીર્વાદનીવર્ષા દેહેથતાં,આવતીકાલ ઉજ્વળથાય
                      ………સમય સાચવી ચાલે માનવ.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment