September 13th 2010

હવામાનની હવા

                         હવામાનની હવા

તાઃ૧૩/૯/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઠંડી ગરમીના આ આવાસમાં,ના કોઇ રખાય ભરોસો
ક્યારેઆવે તાપ ને ક્યારેઠંડી,એતો કહીજાય પરસેવો
                     ………ઠંડી ગરમીના આ આવાસમાં.
સવારે દેખાય તાપ મઝાનો,ને બપોરે તો ઘેરાવાદળ
સંધ્યાકાળે દેખાય સુરજઆછો,કહે હવે જઉ હું આગળ
મેઘ ગર્જના કરી જાય આકાશે,ટીપુંય પડે ના ઝાકળ
એવી લીલા કુદરતનીઅહીં,ના હલેય આંખની પાંપણ 
                      ………ઠંડી ગરમીના આ આવાસમાં.
ડગલુ માંડવા વાહન જોઇએ,ને હવામાન સપ્તાહનું
બતાવે જનતાને વ્હેલુટીવીએ,રડાર ચલાવીને નાચે
દેખાય દુનીયામાં આગળ,પણ ના કુદરતની આગળ
હવામાનની હવા બદલાતા જ,પડી જાય એ પાછળ
                      ………ઠંડી ગરમીના આ આવાસમાં.

###############################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment