July 1st 2011

કોટી વંદન

                           કોટી વંદન

તાઃ૧/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોટી કોટી વંદન કરતાં કળી યુગે,આ દેહ લથડી જાય
દેખાવની દુનીયામાં રહેતાં,આજીવ અધોગતીએ જાય
                                 ………..કોટી કોટી વંદન કરતાં.
ધર્મના નામની ધજાપકડીને,નિખાલસ જીવોને પકડાય
ભોળપણની છાયાલેતાં દેહે,જીવ અધોગતીએ જ દોરાય
આશીર્વાદનો ડંડો બતાવીને,જગતમાં જીવોને ફસાવાય
તેવા જીવને ઝપટમાં લેતાં,પ્રભુને કોટીકોટી વંદન થાય
                                ………..કોટી કોટી વંદન કરતાં.
કળીયુગની આ કાતર એવી,જે નિર્દોષને જ  જકડી જાય
મારા મારાને આપણુ કહેવડાવી,જીવોને એ ડંડી જ જાય
પ્રેમ પ્રેમની સાંકળ બતાવી,ખોટા રસ્તે જીવને દોરીજાય
અંતજ્યારે નજીકઆવે,ત્યારે મતીનેસાચી સમજણ થાય
                              ………….કોટી કોટી વંદન કરતાં.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

***********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment