August 2nd 2011

જાગતો રહેજે

.                      જાગતો રહેજે

તાઃ૨/૮/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગતો રહેજે અવનીએ,તો થઇ જશે જીવનમાં હાશ
નહીં તો મળશે ડગલે પગલે,ના માગેલ જીવને ત્રાસ
.                         …………જાગતો રહેજે અવનીએ.
સમજી વિચારી જગેજીવતાં,લાગણીઓ મળશે આજ
મનની ના માગેલી ચિંતાઓ,ત્યાં ભાગી જશે તત્કાળ
ઉજ્વળ રાહ જીવનને મળશે,જે પ્રભુકૃપાએ મળીજાય
નાચિંતારહેશેતને કાલની,જ્યાં સુધરશે તારોભુતકાળ
.                          ………..જાગતો રહેજે અવનીએ.
શાણપણની સમજણ ન્યારી,ડગલુ વિચારીનેજ ભરાય
આવતી વ્યાધી સમજી લેતાં,ના કોઇથીય  ભરમાવાય
કુદરતની કૃપા મળતાં જીવને,સોપાન સરળ પણ થાય
સુખ સાગરમાં હલેશુ મળતાં,આભવસાગર તરી જવાય
.                          …………જાગતો રહેજે અવનીએ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

August 2nd 2011

કરુણા સાગર

.                            . કરુણા સાગર

તાઃ૨//૨૦૧૧ .                         . પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તિથી વિધીનો ના કોઇ સાર,મળી જાય ભક્તિનો સાથ
ઉજ્વળ કેડી જ્યાં જીવને મળે,ત્યાં મુક્તિદ્વાર ખુલી જાય
.                           ………તિથી વિધીનો ના કોઇ સાર.
મનથી કરતાં ભક્તિ પ્રભુની,રાહ  જીવનમાં મળી જાય
આવતી વ્યાધી દુર જ ભાગે,ના એ દુઃખ દઈ  શકે લગાર
જન્મમળતાં જીવનેદેહનો,દઈજાય એઅણસાર મુક્તિનો
ભક્તિભાવનો સંગમેળવતાં,વરસે જીવે કરુણાનો વરસાદ
.                              ……..તિથી વિધીનો ના કોઇ સાર.
નિર્મળભાવના મનમાંરાખી,સંત જલાસાંઇને પ્રેમે ભજાય
રાહ મળેછે જીવનમાં સાચી,જે દેહના વર્તનથી મેળવાય
કરુણા સાગરનો જ્યાં સંગમળે,ત્યાં પ્રેમથી પાવન થવાય
સદબુધ્ધીનો માર્ગ મળતાંદેહે,થતાં સૌકામ સફળ થઈજાય
.                             ………તિથી વિધીનો ના કોઇ સાર.

=========================================

August 1st 2011

સાચી ભક્તિ

.                  સાચી ભક્તિ

તાઃ૧/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ નમઃ શિવાયના જાપથી,જીવને શાંન્તિ મળી જાય
પાર્વતીપતિની એકજ કૃપાએ,આ જન્મસફળ થઈજાય
.                         ………..ૐ નમઃ શિવાયના જાપથી.
મોહમાયાથી મુક્તિ મળતાં,દેહથી પાવનકર્મ જ થાય
આધી વ્યાધી તો દુરજ ભાગે,નેમન શાંન્તિથી હરખાય
પળે પળે સહવાર પ્રભુનો,મળેલ જન્મ સફળ થઇ જાય
મળેલ દેહને પ્રેમ જગતમાં,ના કોઇથીય એને ખરીદાય
.                       ………….ૐ નમઃ શિવાયના જાપથી.
સદવિચારની કેડી નિરાળી,સાચી ભાવનાઓ સમજાય
કળી યુગની ના કાતરવાગે,જે મંત્રોથીજ સચવાઇ જાય
મહેંકે મધુર માનવજીવન,જ્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિ જીવને મળેદેહથી,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
.                        ………….ૐ નમઃ શિવાયના જાપથી.

*****************************************

August 1st 2011

અર્ધ નારીશ્વર

________અર્ધ નારીશ્વર________

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     ૐ નમઃ શિવાય

.શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિભાવથી અર્પણ.

તાઃ૧/૮/૨૦૧૧                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી,
.                   ઓ વિશ્વનાથ,ઓ જગત આધારી;
ઓ પાર્વતીપતિ પરમેશ્વર,ઓ અર્ધનારીશ્વર,
.                    ઓ ત્રિલોકવાસી,ઓ ભોલે ભંડારી;
ઓ ભોળાનાથ ઓ વિષધારી,લેજો પ્રેમે ભક્તિ સ્વીકારી
.                        ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
રોજ સવારે પુંજન કરતાં,પવિત્ર જીવન અમને મળતાં
સુખ શાંન્તિની જ્યોતજોતાં,મનમાં શાંન્તિમેળવીલેતા
નિરાધારના આધાર તમે છો,જીવનનો સંગાથ તમે છો
ત્રિલોકમાં વસવાટ કરીને,ભક્તિથી જીવોને મુક્તિ દેજો
.                          …………ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
નિર્મળપ્રેમની જ્યોત પ્રગટાવી,દેહને શાંન્તિ પ્રેમે દેજો
આવી આંગણે પ્રેમજ લેજો,મળેલ જીવન ઉજ્વળ કરજો
સુખ શાંન્તિ ને સ્નેહે સાંકળજો,ભક્તિમાર્ગે  લાગણી દેજો
દેહ મળેલા જીવને અવનીએ,મુક્તિ ટાણે સાથે જ રહેજો
.                          ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.

*****************************************

« Previous Page