August 8th 2011

ઝડપેલી પ્રીત

.               ઝડપેલી પ્રીત

તાઃ૮/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીગરથી ઝડપી લીધી,મેં તો મળતી પ્રેમની કેડી
અને પ્રીતની ન્યારી  રીત,મગજથી જાણી લીધી
.                       ………..જીગરથી ઝડપી લીધી.
આગળ પાછળ મેં જોયુ,ત્યાં દીઠી સ્વાર્થની સીડી
ચુકી ગયો જો સમયને,તો ભાગી જશે મળતી કેડી
નિર્મળતાને સહવાસે,મેં  જીવનમાં મેળવી લીધી
કુદરતની નીતિછે એવી,જે સમયથી સાચી જાણી
.                      ………….જીગરથી ઝડપી લીધી.
ડગલુમાંડતાં દસવાર વિચારુ,મળે સફળતા ન્યારી
ભુલ ભરેલા ભવસાગરમાં,મિથ્યા જીવન ના મારું
ભાવના સાચી સાથે રાખતાં,ઝડપાય પ્રીત ન્યારી
ઉજ્વળ જીવન જગે દીસે,જ્યાં કૃપા પ્રભુની માણી
.                      ………….જીગરથી ઝડપી લીધી.

=============================

August 8th 2011

ભજનની શક્તિ

.

.


.

.

.

.

.

.

.

.

.

*ૐૐૐૐૐ  ભજનની શક્તિ ૐૐૐૐૐ*

તાઃ૮/૮/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથનું ભજન કરતાં,પ્રદીપનો ભવ સુધરી જાય
અતુટશાંન્તિ મળે જીવનમાં,મળેલ જન્મ સાર્થક થાય
.                        ………….ભોલેનાથનું ભજન કરતાં.
સોમવારને સાર્થક કરવા,શિવલીંગે દુધ અર્ચના થાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતાં,પુંજન આરતી થાય
ભોલેનાથ અતિશક્તિશાળી,જે તેમના તાંડવેજ દેખાય
મૃત્યુમુખથી જીવને લઈ ઉગારી,સ્વર્ગનીસીડી દઈ જાય
.                        ………….ભોલેનાથનું ભજન કરતાં.
શ્રાવણમાસની ભક્તિ ઉજ્વળ,જીવને શાંન્તિ મળી જાય
પવિત્રકુળ ને પવિત્ર ભક્તિ,એ જીવના બંધને મેળવાય
મોહમાયાના આબંધન તુટે,ને જન્મથીમુક્તિ મળી જાય
ભજનની શક્તિ જગમાંઉત્તમ,જીવને સદગતિ દઈ જાય
.                         ………….ભોલેનાથનું ભજન કરતાં.

ૐૐૐૐૐૐૐૐ ૐનમઃશિવાય ૐૐૐૐૐૐૐૐ

August 7th 2011

ડગલાંની પકડ

.                   ડગલાંની પકડ

તાઃ૭/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડગલુ માંડતાં જે વિચારે,ના ક્યારેય એ પસ્તાય
સમજ જીવની એજ છેન્યારી,જે વર્તનથી દેખાય
.                           ………ડગલુ માંડતાં જે વિચારે.
સુખદુઃખનો સંગાથ છે સૌને,ના કોઇથી એ છોડાય
દેહમળતાં જીવને જગતપર,એ સાંકળથી પકડાય
છુટી શકે ના કોઇ દેહે,એને લોહીનો સંબંધ કહેવાય
દેખાવની પકડી કેડી,ત્યાં કુદરતના ડંડા પડી જાય
.                           ……….ડગલુ માંડતાં જે વિચારે.
ભક્તિદ્વાર ખુલે જીવનમાં,જ્યાં મનથી ભક્તિ થાય
નામાગવી પડે મુક્તિ જીવને,એ કર્મથી મળી જાય
વાણીવર્તન સાચવીલેતાં,જીવથીરાહ પકડાઇ જાય
અંત દેહનોઆવે નિર્મળ,જ્યાં ડગલે ડગલુ સમજાય
.                          …………ડગલુ માંડતાં જે વિચારે.

+++++++++++++++++++++++++++++++++++

August 6th 2011

અગણિત

.                         અગણિત

તાઃ૬/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અગણિત છે ઉપકાર પ્રભુના,જે સમજદારનેજ સમજાય
માનવી જીવન કૃપા પ્રભુની,લાયકાતે મુક્તિ મળી જાય
.                          …………. અગણિત છે ઉપકાર પ્રભુના.
નાગણના કરીશકે કોઇ જગે,જ્યાં કૃપા પળેપળે મેળવાય
મનની સમજણ છે માનવીની,જે  પ્રભુકૃપાએજ સમજાય
સત્કર્મોનીસીડી પકડીરાખતાં,અનોખીસમજણ આવીજાય
લાયકાતના ખુલતાં દ્વારથીજ,અગણિત કૃપા પ્રભુની થાય
.                         …………..  અગણિત છે ઉપકાર પ્રભુના.
જન્મ દીધેલ જીવ પર જગતમાં,માબાપનો જ છે ઉપકાર
નાસંતાનથી એચુકવીશકાય,જે અગણિતછે તેમકહેવાય
મળે પ્રેમ માબાપનો બાળકને,ચાદર ભીની કોરી બદલાય
સદમાર્ગની કેડી પકડતાં,એ જીવનો જન્મસફળ થઈ જાય
.                           …………..અગણિત છે ઉપકાર પ્રભુના.

+++++++++++++++++++++++++++++++++++

August 6th 2011

ચાંદની

.                              ચાંદની

તાઃ૬/૮/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાનો સહવાસ મળે,જ્યાં ચાંદની ચમકી જાય
મધુર મળે મહેંક માનવીને,પુનમનો ચાંદ દેખાઇજાય
.                         ……………શીતળતાનો સહવાસ મળે.
કુદરતની આ અજબ કરામત,જીવે સરળતાય મેળવાય
ના સમજ આવે જ્યાં મનને,પુનમ પછી અમાસ દેખાય
સરળતાના સોપાને જીવને,આગળ પાછળ પણ જોવાય
મળે દેહે પ્રેમ પરમાત્માનો,ત્યાં ચાંદની શીતળ થઈજાય
.                            ………….શીતળતાનો સહવાસ મળે.
ડગલું ભરતાં ડગલું સાચવે,એમાનવીની સમજ કહેવાય
આવતી વ્યાધી અટકી જાય,જ્યાં જીવને રાહ મળીજાય
માર્ગ જીવનમાં અનેકમળે,ના કોઇનાથી એને ઓળખાય
પ્રભુકૃપાએ એને પારખી લેતાં,સમય સમયથી પરખાય
.                         …………… શીતળતાનો સહવાસ મળે.

++++++++++++++++++++++++++++++++++

August 6th 2011

ભાગી જા

.                    ભાગી જા

તાઃ૬/૮/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન જીવતા હો,ત્યાં કદી ના આવે બાધ
ઇર્ષા,અપેક્ષા જગે  જ્યાંજોતા,ભાગજે ત્યાંથી આજ
.                       …………ઉજ્વળ જીવન જીવતા હો.
મનને શાંન્તિ ને તનને રાહત,જીવનમાં રહેશે સાથ
કુદરતની કલા નિરાળી,સાચી ભક્તિ એ જ સહેવાય
વિશાળ અવની જગની સૃષ્ટિ,સુખદુઃખથી સમજાય
આજકાલને દુર કરતાં જીવથી,ભાગશે મળતાં ત્રાસ
.                      ………….ઉજ્વળ જીવન જીવતા હો.
રામનામની છે સરળવાણી,જલાસાંઇની કૃપાએ માણી
આવીમળે જીવને ભક્તિપ્રેમ,ના રહે જીવનમાંકોઇ વ્હેમ
શાંન્તિનો સાથરહે જીવનમાં,ઉજ્વળ દેહમળે અવનીએ
સમયને સમજી ચાલતાદેહે,મોહમાયાથી ભાગતો રહેજે
.                     …………..ઉજ્વળ જીવન જીવતા હો.

))))))))))))))))))))))(((((((((((((((((((((((((((

August 5th 2011

ૐ સાંઇ ૐ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      . ૐ સાંઇ ૐ

તાઃ૫/૮/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ,ૐ સાંઇૐ બાબા ૐ સાંઇ ૐ
ભક્તિ મનથી કરતાં સાંઇની,શાંન્તિ જીવને મળતી ત્યારથી
.                          …………ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ.
મોહમાયાને અંજલી દેતાં,ઉજ્વળ જીવન માનવીને મળતાં
નિરાધાર જીવને મળતી કેડી,જ્યાંસાંઇબાબાથી ભક્તિ જોડી
આવીઆંગણે પ્રેમ મળેપ્રભુનો,ભોલેનાથની જ્યાંકૃપામળીછે
સાંઇસાંઇના સ્મરણ માત્રથી,પ્રદીપને જીવનમાં રાહ મળી છે
.                       ………….ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ.
નિર્મળભાવે પુંજન કરતાં,ભક્તિભાવની મને જ્યોત મળી છે
જીવ દેહનો અમરછે નાતો,મુક્તિમળતાં જીવથી એદુર જાતો
સાચી માયા સાંઇબાબાથી કરતાં,મોહ માયા દુર ભાગી જાતા
મુક્તિઆવી દ્વાર ખોલતાં,પ્રદીપ,રમા,દીપલ,રવિ સંગે રહેતા
.                        …………..ૐ સાંઇ ૐ બાબા ૐ સાંઇ ૐ.

***************************************

August 4th 2011

કાતર કાપે

.                        કાતર કાપે

તાઃ૪/૮/૨૦૧૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અહીંયાં કાપે ને ત્યાં પણ કાપે,ના કાતર કોઇને સાથે રાખે
હાથ પકડીને ચાલતા જીવોના,આ કાતર તેમના હૈયા કાપે
.                      …………..અહીંયાં કાપે ને ત્યાં પણ કાપે.
નીતિ નિયમની ના કોઇ ચાહત,ના કોઇને જીવનમાં રાહત
સૌની સાથે જગતમાં એ ચાલે,મળે જેમને એ ઝુંટવે ચાહત
ના ભીખનુ એ પાત્ર જુએ કદી,કે ના  જુએ એ દાનની ઝોળી
ફરી જાય જ્યાં કાતર જલ્દી.જીવનમાં આવીજાય ત્યાં મંદી
.                       ………….. અહીંયાં કાપે ને ત્યાં પણ કાપે.
શીતળ સ્નેહની સાંકળ પણ ભાગે.જ્યાં કળીયુગી કાતર જાગે
જ્યાં હાય બાયની મળે કેડી,ત્યાં જ તુટે સંસારી જગની જોડી
જયજલારામ જયસાંઇબાબાથી,કળીયુગી કાતર ભાગે ત્યાંથી
જીવને શાંન્તિ મનથીમળતાં,કાતર ત્યાંથીજ લાગેએ  ભમવા
.                         …………..અહીંયાં કાપે ને ત્યાં પણ કાપે.

++++++++++++++++++++++++++++++++++

August 3rd 2011

ઉજ્વળ જીવન

.                  ઉજ્વળ જીવન

તાઃ૩/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર એ ઉજ્વળ જીવનનો પાયો છે જે જીવને મુક્તિ માર્ગ બતાવે છે.
.                   .જ્યાં…………
*માબાપને હંમેશાં વંદન થાય.
*સવારમાં પરમકૃપાળુ પરમાત્માની ઘરમાં પુંજા થાય.
*સવારમાં સ્નાન કર્યા પછી જ રસોડામાં પગ મુકાય.
*ભક્તિ ભાવ એજ માનવ જીવનનો અરીસો છે તે સમજાય.
*આવતીકાલને સામે રાખી જીવન જીવતાં સરળતા મળે છે.
*બાળપણમાં ભણતરને,જુવાનીમાં મહેનતને અને ઘડપણમાં ભક્તિને મહત્વ અપાય.
*લગ્ન પછી પતિની રાહને પકડી ચાલતાં સંસારી સુખ મળે છે.
*દેખાવને દુર કરી સંતાન અને પતિથી મોહ રાખવો અને ભક્તિથી માયા રાખવી.
*કોઇપણ ભુલ એ મનુષ્ય સ્વભાવ છે,પણ ક્ષમાએ મુક્તિનો માર્ગ છે.
*દેહ મળતાં જીવે સવાર,બપોર અને સાંજનો ખ્યાલ રાખવો પડે જે જરૂરી છે.
*નિસ્વાર્થ ભાવથી કરેલ કર્મ એ સફળતાનો પાયો છે.
*મારા અને તારા એ શબ્દને સમજતાં વ્યાધીઓ દુર ચાલી જાય છે.
*ભગવા ને સ્પર્શ કર્યા વગર થતી ભક્તિ એજ ભક્તિમાર્ગ છે.
*જન્મ આપનાર માતાપિતાના આશિર્વાદ એજ પ્રભુની સાચી કૃપા છે.
*દેખાવની ભક્તિ એ નર્કની સીડી છે ટીલાં ટપકાંએ એની નિશાની છે.
……..ઉજ્વળ જીવનનો પાયો એ સાચા સંતનો આશરો જ છે,જે સ્વર્ગના દ્વાર ખોલે છે.

**********************************************************

August 2nd 2011

શ્રાવણ માસ

.               .    શ્રાવણ માસ

તાઃ૨/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કારતક માગસર ચાલી ગયા,ને પોષ મહા પણ જાય
ફાગણ ચૈત્રનો નાખ્યાલરહ્યો,ત્યાં શ્રાવણ આવી જાય
.                     …………કારતક માગસર ચાલી ગયા.
પવિત્ર માસ આ હિન્દુધર્મનો,સૌથી એની રાહ જોવાય
સોમવારે શીવજીનેભજતાં,દેહનો જન્મસફળ પણથાય
પ્રભુ ભક્તિને પ્રેમથી કરતાં,જીવ પર કરુણા વર્ષી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,ભજતાં શ્રાવણે મળી જાય
.                        ………..કારતક માગસર ચાલી ગયા.
ભાઇબહેનના પ્રેમને પામવા,રક્ષાબંધને રાખડીબંધાય
હૈયેઅનંત હેતઉભરે,જ્યાં નાગપાંચમે દુધ અર્ચનથાય
જન્માષ્ટમી ના પવિત્ર દીવસે,શ્રી કૃષ્ણ જન્મ ઉજવાય
આખરી તારીખે સૌ સાથેમળી,રમઝાન ઇદ માણી જાય
.                       ………….કારતક માગસર ચાલી ગયા.

++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »