સંતની વાણી
. સંતની વાણી
તાઃ૨૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતની વાણી તો શીતળ લાગે,જ્યાં પ્રભુ ભક્તિ સહેવાય
સાચા સંતની એક જ વાણી,મળેલ જન્મ સફળ કરી જાય
. …………..સંતની વાણી તો શીતળ લાગે.
મોહ લાગે જ્યાં પરમાત્માનો,ને માયા ભક્તિએ થઈ જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ પાવન કર્મ કરાવી જાય
આશાને મુકીએ માળીએ,ને અપેક્ષાઓ તનથી ભગાડાય
આવી મળે જલાસાંઇનો પ્રેમ,જે જીવન ઉજ્વળ કરી જાય
. ………….સંતની વાણી તો શીતળ લાગે.
સાચી ભક્તિ ત્યાં સંતની બને,જ્યાં કળીયુગને તરછોડાય
સદમાર્ગનીદોરી કુદરતની,જે જીવને ભક્તિમાર્ગ દઈ જાય
શબ્દનીસરળતા મળે વાચાને,જ્યાં અંતરથી તેને બોલાય
કળીયુગના બંધનને એકાપે,ને જીવને મુક્તિરાહ મળીજાય
. …………….સંતની વાણી તો શીતળ લાગે.
===================================