June 4th 2012

ભાગ માનવી

.                  .ભાગ માનવી

તાઃ૪/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મોની કેડી લઈને,જીવનમાં ઉજ્વળતા મેળવાય
દુશ્કર્મોની નાની એક કેડી,દેહને જ્યાંત્યાં ભગાડીજાય
.                             ………………..સત્કર્મોની કેડી લઈને.
લાગણી પ્રેમને દ્રષ્ટિમાં રાખી,માનવ જીવન જીવીજાય
ના આવે વ્યાધી જીવનમાં,મળેલ જન્મ સફળ થઈજાય
સરળતાની કેડી મળે દેહને, ના માગણીઓ કોઇ રખાય
આજકાલને ઉજ્વળ કરવા,પ્રભુ ભક્તિનો સંગ સહેવાય
.                             ………………..સત્કર્મોની કેડી લઈને.
કળીયુગી કટારી જોતાં,માનવી અહીં તહીં છટકી જાય
ના સાથ કે સહેવાસ કોઇનો,એજ તેની અસર કહેવાય
તકલીફની એક જ થાપટ,જીવનને નર્ક બનાવી જાય
સમજ ના પડૅ જીવને જ્યારે,ત્યાં ભાગંભાગ મેળવાય
.                            …………………સત્કર્મોની કેડી લઈને.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment