આવકાર
. આવકાર
તાઃ૬/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે આવકાર દેહને જગતમાં,જ્યાં સાર્થક જીવન હોય
વર્તનનો સંગાથ દેહે અવનીએ,સાચી રાહ આપી જાય
. ………………..મળે આવકાર દેહને જગતમાં.
આંગણે આવેલાને આવકારતાં,આવેલ જીવ હરખાય
પ્રેમની વર્ષા વાણીથી ત્યાં પડે,ને અખંડ આનંદ થાય
ના હકની કોઇ વ્યાધી મળે,એતો દુર જ ભાગી જાય
પ્રભુકૃપાનીરીત અનોખી,જે સાચી માનવતા દઈ જાય
. …………………મળે આવકાર દેહને જગતમાં.
સત્કર્મોના સહવાસે જીવનમાં,નિર્મળતાય મળી જાય
ઉભરોપ્રેમનો કદીનાઉભરે,જે ના કોઇવ્યાધી દઈજાય
સહવાસ સંતજલાસાંઇનો રાખતાં,પ્રેમસાચો મેળવાય
જન્મસફળની રાહમળે જ્યાં,ત્યાં સૌને આવકારદેવાય
. ………………….મળે આવકાર દેહને જગતમાં.
=====================================