ઝંઝટ ભાગે
. ઝંઝટ ભાગે
તાઃ૧૩/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખ દુઃખ એતો છે દેહની કેડી,જીવને ઝંઝટ નહીં
વાણીવર્તનની નિર્મળ રાહે,દેહે શાન્તિ મળશે ભઈ
. ………………સુખ દુઃખ એતો છે દેહની કેડી.
શીતળ સ્નેહની ગંગા વહે,ને સગાસંબંધી હરખાય
પાણી માગતાં પ્રેમમળે,ત્યાં ના અપેક્ષાય ભટકાય
માગણી મુક્તિ પરમાત્માથી,જન્મ સફળ કરી જાય
અવનીપરનુ આગમન છુટે,જીવને મુક્તિમળીજાય
. ……………….સુખ દુઃખ એતો છે દેહની કેડી.
શોધવા નીકળે પ્રેમને જગે,કળીયુગી પ્રેમ મળી જાય
સમજણનો નાસાથ મળે તો,અચાનક પ્રેમ છટકીજાય
ભક્તિની લકીર જો મળે જીવને,તો જ દેહ બચી જાય
આધી વ્યાધી ના મળે જીવને,ત્યાં ઝંઝટો ભાગી જાય
. ……………….. સુખ દુઃખ એતો છે દેહની કેડી.
=================================