June 21st 2012

ચી.હીમાનો જન્મદીવસ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    ચી.હીમાનો જન્મદીવસ

તાઃ૨૧/૬/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પુર્ણ કરે આશા જીવનની,એ અમારી જન્મદીવસની ભેંટ
જલાસાંઇની કૃપા મળે હીમાને,અંતરથી નીકળે એ વ્હેણ
.                                  ………………..પુર્ણ કરે આશા જીવનની.
સદા સ્નેહ મળે રવિનો,ને મળે અમારા દીલથી આશીર્વાદ
નિર્મળ જીવનમાં સૌનોપ્રેમમળે,ને ઉજ્વળજીવનનો સાથ
અંતરમાં ઉભરે ઉમંગ અમારે,જે હીમાને દઈદે સદાય હેત
તન મન ધનથી સુખી રહે,એ જ અમારા અંતરના આદેશ
.                                 …………………પુર્ણ કરે આશા જીવનની.
સંસ્કારની કેડી મળે જલાસાંઈથી,જે જીવનને દઈ દે મહેંક
પ્રેમ મળે જીવનમાં સૌનો હીમાને,નેઅંતરથી નીકળે સ્નેહ
વર્ષોવર્ષની સરળકેડી મેળવી લે,સુખ શાંન્તિય મળી જાય
આજકાલના સમયની સરળ રાહે,વર્ષોવર્ષ એ જીવી જાય
.                                 ………………….પુર્ણ કરે આશા જીવનની.

*************************************************************
.             મારા પુત્ર ચી.રવિની જીવનસંગી ચી. હિમા નો આજે જન્મદીવસ છે.
સંત પુજ્ય જલાસાંઇને હ્ર્દયથી પ્રાર્થના કે તેને સુખ શાંન્તિ અને ભક્તિ આપી
જીવને સર્વ રીતે પવિત્ર જીવનમાં સુખી રાખે એવા અમારા  આશીર્વાદ છે.

લી.પ્રદીપ,રમા,બહેન દીપલ અને નિશીતકુમારના જય જલારામ,જય સાંઇરામ.

=============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment