July 7th 2012

ડૉ.કમલેશભાઇનું સન્માન

.

.

.

.

.

.

.

.

.

.                    ડૉ.કમલેશભાઇનું સન્માન

તાઃ૭/૭/૨૦૧૨                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

થાય સન્માન સરસ્વતી સંતાનનુ,અમારું ગૌરવ એ કહેવાય
કલમની કેડી સંગે રાખીને,વૈજ્ઞાનિક કમલેશભાઇ ઓળખાય
.                            …………………થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
વડોદરાને વિદાય આપીને,લાયકાતે નાસાનો સંગ લીધો અહીં
મનથી કરતાં સાચી મહેનત,ઓળખાણ વૈજ્ઞાનિકની મળી અહીં
મા સરસ્વતીની અસીમ કૃપાએ,સાથે કલમ પણ પકડી છે અહીં
માન અને સન્માનના સંગ રાખતાં,ઉજ્વળ જીંદગી મળી  અહીં
.                            ………………….થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
સ્નેહનાવાદળ વરસી રહ્યાછે,જ્યાં જીવનમાંમહેનત સાચી થઈ
શ્રધ્ધા ને વિશ્વાસને પકડી ચાલતાં,તેમને સફળતા મળતી થઈ
કદરથાય જ્યાં કરેલ કામની,જીવનમાં ઉજ્વળતા આવતી થઇ
હ્યુસ્ટનના કલમ ધારકોમાંય,તેમની અજબઓળખાણ પણ થઈ
.                           …………………..થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
સાથ મળ્યો જ્યાં સહવાસીનીનો,ત્યાં ઉજ્વળ કેડી પકડાઇ ગઈ
સંતાનોનો સ્નેહ મળતા તેમને,જીવનમાં પાવનરાહ મળી ગઈ
અનેક સફળતાનો સંગાથ મળતાં,જીવનમાં સિધ્ધી આવી ગઈ
પ્રદીપને હૈયે આનંદ અનેરો,કે તેમણે કલમને રાખી સંગે અહી
.                            ………………….થાય સન્માન સરસ્વતી સંતાનનુ.

=========================================
.          .અમેરીકા આવી જેમણે પોતાની લાયકાતે નાસામાં વૈજ્ઞાનીક તરીકેની પદવી
મેળવી  ગુજરાતને ગૌરવ અપાવેલ છે તેઓ એક સરસ્વતી સંતાન તરીકે પણ પોતાની
કલમ ચલાવે છે  તેમને અમારા સૌના અભિનંદન

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમ ધારી સંતાનો. તાઃ૭//૨૦૧૨

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment