September 14th 2020

ભોલેનાથની કૃપા

શિવ પરિવાર ના એ રોચક સત્યો કે જેનાથી છો તમે અજાણ..

.              . ભોલેનાથની કૃપા

  તાઃ૧૪/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપ્રેમથી પાવનરાહ મળે ભક્તોને,એજ શ્રી ભોલેનાથની કૃપા કહેવાય
માતા પાર્વતીના વ્હાલા ભરથાર,સંગે ગણપતિકાર્તિકના પિતા પણ થાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
પવિત્ર ભુમી ભારતની કરવા દેહ લીધો,એજ ભોલેનાથથી પણ ઓળખાય
પાર્વતીમાતાના પતિ એ કહેવાય,જે પવિત્રગંગાને પાવનરાહે વહાવી જાય
પવિત્રગંગા જળ લઈ અર્ચના કરતા,શ્રીભોલેનાથની પાવનકૃપા પણ થાય
જીવને મળેલદેહથી નિર્મળભાવે ભક્તિકરતા,અંતે જીવને મુક્તિમળી જાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
ભાગ્યવિધાતા શ્રીગણપતિ જગતપર,જેમને ગજાનંદ ગણપતિ પણ કહેવાય
અજબશક્તિશાળી એ ભાગ્ય વિધાતા,માતાપિતાના અનંતપ્રેમથી થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં સુખશાંંતિ મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશની ભુમીને પાવન કરવા,પરમાત્મા અનેકદેહ લઈ પવિત્ર કરીજાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment