September 10th 2020

શેરડીથી પધારો

    profile sai baba - story of shirdi ke sai baba
.            શેરડીથી પધારો   

તાઃ૧૦/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમની રાહ મળી દેહને,વ્હાલા સંત સાંઈબાબાની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,મળેલદેહને અનંતશાંંતિ મળીજાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેક દેહ લઈ જાય
નિર્મળભાવથી પુંજન કરતા દેહને,મળેલ દેહની માનવતા પ્રસરી જાય
શેરડીમાં પધાર્યા સાંઈબાબા,જેમને દ્વારકામાઈનીજ પ્રેરણા મળી જાય
મળેલ માનવદેહથી પ્રેરણા કરી મનુષ્યને,જે શ્રધ્ધાસબુરીને સમજાવાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
વ્હાલા સાંઇબાબાનુ સ્મરણ કરવા,ઑમ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરાય
પાવનકૃપા દેહને મળતા ભક્તોને,જીવનમાં સત્માર્ગની પ્રેરણા મળીજાય 
મારા વ્હાલા શ્રીસાંઇબાબા,અમારી શ્રધ્ધાપારખી શેરડીથી આવી જાવ
પુંજન કરી ઘરમાં બાબાના નામથી દીવો પ્રગટાવી વંદન કરુ હું રોજ 
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
***************************************************************
September 9th 2020

ગૌરીનંદન ગજાનંદ

    
.             .ગૌરીનંદન ગજાનંદ

તાઃ૯/૯/૨૦૨૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

ભોલેનાથની કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી જાય
અજબશક્તિશાળી એ દેહ હતો,જેપવિત્રગંગાને ભારતમાં વહાવી જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
દેહ લઈ આવ્યા અવનીપર,જે સિધ્ધિવિનાયક પણ ધરતી પર કહેવાય
અવનીપરના દેહ જે શધ્ધા ભાવનાથી,પાવનભક્તિ જીવનમાં કરી જાય
એ દેહને કૃપામળે વ્હાલા ગણેશજીની,જે જીવનમાં સંતોષ આપી જાય
માનવદેહને અવનીપર પાવનરાહમળે,એ ઉજવળરાહે જીવન આપીજાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
ગણપતિ પર કૃપા થઇ માતાપિતાની,જીવનમાં રિધ્ધિસિધ્ધી સંગીની થાય
પવિત્રકૄપા મળી જીવનસાથીની,જે પત્ની રિધ્ધીસિધ્ધીને પાવન કરી જાય
શ્રધ્ધાભાવથી વંદન કરતા ગણેશજીને,જીવનમાં અનંતકૃપા પણ મળી જાય
માગણી મોહને દુરરાખતા,પિતાભોલેનાથ સંગે માતાપાર્વતીની કૄપાથઈ જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
***************************************************************

 

September 7th 2020

વિરપુરના વૈરાગી

             .વિરપુરના વૈરાગી

તાઃ૭/૯/૨૦૨૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત જીવનમાં પાવનરાહ,સંગે નિર્મળપ્રેમ પણ આપી જાય
અદભુત કૃપા પરમાત્માની વિરપુરમાં,જે પવિત્રજીવને પાવનદેહ દઈ જાય
…..એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
રાજબાઈના એ વ્હાલા સંતાન,ને પ્રધાન ઠક્કરના વ્હાલા દીકરા એ કહેવાય
જીવનસંગીની મળ્યા વિરબાઈ,જે પવિત્રરાહે પરમાત્માની પરીક્ષા કરીજાય
પવિત્રરાહે ભક્તિ કરવા જીવનમાં,સંત ભોજલરામથી આંગળી ચીંધાઈ ગઈ
રામનામની માળા કરતા સંસારમાં,પરમાત્માથી પાવનરાહ જીવને મળીગઈ
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે પાવનકર્મની આંગળીએ ચીંધી જાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા થઈ જાય
સરળ જીવનમાં પ્રેમ મળે માનવીઓનો,જે જીવનમાં સંસ્કારને સાચવીજાય
સંત જલારામની જ્યોત જીવનમાં ન્યારી,જે નિરાધારને આધાર આપી જાય
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.

September 6th 2020

દોડી આવજો

++++કોરોનાથી સાજા થયેલા બધામાં એન્ટીબોડી બનતા નથી; લાંબો સમય ટકતા પણ નથી - Sanj Samachar++++

.              . દોડી આવજો 

તાઃ૬/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દોડી આવજો પ્રેમ લઈને હ્યુસ્ટનમાં,ગુજરાતથી વ્હાલા ગુજરાતીઓ
મનને મળશે અનંત શાંંતિ અહીંયાં,સંગે કલમપ્રેમીઓ મળશે અહીં
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
પાવનપ્રેમ એજ સંસ્કારછે ગુજરાતીઓનો,જે મુલાકાતમાં આનંદથાય
આવીને મળે નિખાલસ પ્રેમ પારખીને,એ પરમાત્માની કૃપા કહેવાય
સંસારનો સંબંધ મળે આવેલ ગુજરાતીઓનો,જે કલમથી ભેંટી જાય
પધારો પ્રેમથી ગુજરાતીના ઘેર,જે અનંતપ્રેમનો અનુભવ આપી જાય
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
સાહિત્ય સરીતાની ગંગા વહેવડાવી વર્ષોથી,જે સાહિત્યસરીતા કહેવાય
માતા સરસ્વતીની પાવનકૃપા મળી કલમથી,જે દેહનુ સન્માન કરીજાય
વ્હાલામારા ગુજારાતીઓ અહીં આવીને,મને નિખાલસપ્રેમ આપી જાય
અહીંઆવ્યા ગુજરાતથી અમેરીકન થયા,પણ નાકદી ગુજરાતને ભુલાય
.....અહીં કલમ પકડીને ગુજરાતી ભાષાની,અહીં લાવીને પ્રેમ સંગે વહેવડાવી ભઈ.
===============================================================
September 6th 2020

પ્રેમનીકેડી

 ********

.              .પ્રેમનીકેડી     
તાઃ૬/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની રાહ મળે દેહને,જે પરમાત્માના પ્રેમથીજ મેળવાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા જીવનમાં,અનંત પ્રેમનીકેડી મળીજાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
શ્રધ્ધાભાવથી પુંજનકરતા જીવનમાં,પરમાત્માના પ્રેમનીકૃપા થાય
સુખ અને શાંન્તિ મળે માનવીને,જ્યાં પ્રેમની ગંગાજ વહી જાય
સંત જલાસાંઇને નિર્મળપ્રેમથી વંદન કરતા,પ્રેમનીકેડી મળી જાય
પવિત્રદેહ લીધો અવનીપર સંતથી,જે દેહની મહેંક પસરાવી જાય 
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
મળેલમાનવદેહને સમયસંગે ચાલવુપડે,એકળીયુગની અસર કહેવાય
જગતમાં ના કોઇથી છટકાય અવનીપર,જે કુદરતનીલીલા કહેવાય 
અનેકસંબંધનો સ્પર્શ મળે દેહને,જે જીવનમાં અનુભવથીજ સમજાય
પરમકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાથી પુંજન થાય
.....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય.
=========================================================

 

September 5th 2020

કર્મની જ્યોત

##Sandipani took the sage's son to Shankhasur, Sandipani told Lord Krishna to bring his son to Guru Dakshina | સાંદીપનિ ઋષિના પુત્રને શંખાસુર ઉપાડીને લઇ ગયો હતો, સાંદીપનિએ શ્રીકૃષ્ણને ગુરુ ...##

.              .કર્મની જ્યોત 
તાઃ૫/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,જે થયેલ કર્મની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધા ભાવથી થયેલ પવિત્રકર્મ દેહના,જીવને જન્મમરણથી સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
માનવદેહ એ કૃપાપ્રભુની જીવ પર,જે મળેલદેહને પ્રેરણા આપી જાય
નિર્મળ નિખાલસ ભાવથી જીવન જીવતા,ના કોઇ માગણી પણ હોય
પાવનરાહે કર્મકરતા જીવને મળેલ દેહને,પરમાત્મા સદમાર્ગે પ્રેરી જાય
જન્મમરણનો સંબંધ છુટે જીવનો,એજ જીવને પવિત્ર મુક્તિ મળી જાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રદેહોથી દેહને આંગળી ચીંધાય
મળેલ માનવદેહ એજ સમજણના સંગાથે,પવિત્ર જીવન પણ જીવી જાય
ગતજન્મે થયેલકર્મ જીવને આગમનથી દેખાય,જગતમાં નાકોઇથી છુટાય
આગમનવિદાય એ કુદરતની પ્રેરણા,જે મળેલજીવને સમયસમયે સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
September 3rd 2020

પ્રેમ સાંઇબાબાનો

###5 Richie Rich Temples in India | શિરડી સાંઈબાબા મંદિરને છેલ્લા ચાર વર્ષમાં ૧૦૦૯ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી###

.            પ્રેમ સાંઈબાબાનો     
તાઃ૩/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
            
મળ્યો મને પ્રેમ વ્હાલા સાંઇબાબાનો,જે મારા દેહને શાંંતિ આપી ગઈ
સમય સંગે હુ ચાલતો મળેલ દેહથી,આજે બાબાનાપ્રેમથી સમજાઈ ગઈ
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
દેહ લીધો અવનીપર માનવીનો,ઉજવળ જીવનસંગે શેરડીમાં આવી જાય
પાવનરાહ દીધી માનવીને અવનીપર,એ શ્રધ્ધા શબુરીથી દેહને સમજાય
મળેલદેહને સંબંધ છે થયેલકર્મનો,ના હિંદુંમુસ્લીમ ધર્મથી અલગ રહેવાય
એજ પાવનકૃપા વ્હાલા બાબાની,જે જગતપર માનવતાને મહેંકાવી જાય
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
શ્રધ્ધાભાવથી વંદન કરુ મારાબાબાને,સંગે ઑમ શ્રી સાંઇનાથાય બોલાય
આશિર્વાદની પાવનકૄપા મળે ભક્તને,જે જીવનમાં શાંંતિનીરાહ આપીજાય
એવા મારા વ્હાલા બાબાએ આજે મને,અનુભવથી તેમની કૄપા મળીજાય
સુખની પાવનરાહ મળે જીવનમાં,ત્યાં નાકોઇજ અપેક્ષા કેઆશા અડીજાય
......એવા મારા વ્હાલા બાબાને શ્રધ્ધાથી,વંદન કરુ મને પાવનરાહ મળી ગઈ.
**************************************************************


September 2nd 2020

શ્રી અંબામાતા

 .           .શ્રી અંબામાતા 
તાઃ૨/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરથી માતા અંબાજી આવ્યા,અમારી શ્રધ્ધા ભક્તિ પારખી અહીં
મળ્યા આશિર્વાદ સંગે પ્રેમ માતાનો,જે તેમના આગમનથીજ મળી જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
અનંતપ્રેમની ગંગા માતાજી સંગે,પાવનરાહથી જીવને સુખશાંંતિ મેળવાય
મળેલ જન્મને સદમાર્ગેજ લઈ જવાય,જે દેહને અંતે મુક્તિજ આપી જાય
એવી પવિત્રકૃપા માતાની ભક્તો પર,એ મળેલદેહને સદમાર્ગેજ લઈ જાય
અમારા વ્હાલા અંબામાતાની પુંજા કરતાજ,શ્રી અંબે શરણં મમઃ બોલાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
પરમકૃપાળુ અંબામાતા અવનીપર,જે માતાનુ આરાશુરથી આગમનકહેવાય
સંતાનને વ્હાલા માતાનો પ્રેમ મળે,જે જીવને મળતી પાવનરાહથી દેખાય
શ્રધ્ધાભાવથી બારણુ ખોલતાજ,માતાજીનુ પ્રેમથી આગમન મેળવાઇ જાય
સુખ સાગરનુ આગમન જીવનમાં,જે પવિત્રજીવનસંગે મુક્તિમાર્ગે લઈ જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
**************************************************************૮
 
September 1st 2020

અજબ શક્તિશાળી

   પ્રદૂષિત સપાટી અથવા પ્રાણીઓથી કોરોના વાયરસ ફેલાતો નથી - Sanj Samachar
.            .અજબ શક્તિશાળી
તાઃ૧/૯/૨૦૨૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે અવનીપર,જે કોરોના વાયરસથી ઓળખાય  
તેના અવનીપરના આગમનથીજ,ના જગતમાં કોઇથીય કદી છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
કોરોના વાયરસની કાતર છે એવી,જે મળેલદેહના જીવનને કાપીજાય
તેના થયેલ આગમને જ જગતપર,થયેલ મંદીરના બારણ બંધ રખાય
ભક્તિનો સાગર માનવીને સવારસાંજ,મંદીર મસ્જીદ ચર્ચમાં લઈ જાય
કોરોનાના આગમનથી સમયના સંગે,ના કોઇથીય અવનીપર છટકાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
ભક્તિભાવથી જીવન જીવતા માનવીને,સમયે પરમાત્માની પુંજા કરાય
ઘરમાં રહીને શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન કરતા,પવિત્રકૃપા મેળવાઈજાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,નાઆફત તકલીફ કોઇ અડીજાય
નિર્મળભાવના એ જીવને પ્રેરણા કરે,જે દેહને સુખસાગામાં ફેરવી જાય
.....એવી અજબલીલા કુદરતની કહેવાય,જેના આગમને કોઇથીય ના દુર રહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
« Previous Page