January 6th 2021
.માતા લક્ષ્મી
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા કરે જગતમાં દેહો પર,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય
જગતમાં માતા લક્ષ્મીથી ઓળખાય,એ વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
શ્રધ્ધા વિશ્વાસથી માતાને વંદન કરતા,તેમની કૃપાએ ધન વર્ષા થઈ જાય
મળેલદેહને જીવનમાં સુખ મળે,જે સમાજમાં મળેલદેહને પ્રેમ આપી જાય
વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મળી,જે માતાજીની પવિત્રપ્રેરણાથી દેખાય
અજબક્રુપાળુ માતા એ થયા અવનીપર,જે મળેલદેહોને સુખ આપી જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
પરમાત્માની એ પાવનકૃપા મળેલદેહ પર,જે પવિત્ર માતા લક્ષ્મીથી દેખાય
આરતી કરી અર્ચના સહિત વંદન કરતા,માતાજીની કૃપાનો અનુભવ થાય
અનંતશાંંતિ મળે જીવનમાં મળેલ દેહને,એ જીવનમાં નાતકલીફ મળીજાય
પરમપ્રેમાળ માતા છે અવનીપર,જે પવિત્ર ભારત દેશમાં જન્મ લઈ જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
*******************************************************************
No comments yet.