January 13th 2021

. .પતંગ ચગાવો
તાઃ૧૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રસંગ આવી રહ્યો હ્યુસ્ટનમાં,જેમાં પતંગ ચગાવી ખુશ થાવ
પતંગનો આનંદ મળે ચગાવતા,જેને મકરશક્રાંંતિનો દિવસ કહેવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
સમયની સાથે ચાલતા પ્રસંગોમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ મળી જાય
ઉત્તરાયણનો આ પ્રેમાળ દીવસ,પતંગ ચગાવવાની તક આપી જાય
દોરી પકડી પતંગને આકાશમાં ઘુમાવી જાય,જે આનંદ આપી જાય
સરળતાથી ચગાવતા પતંગને,પંતંગોનો સાથ મળે ખુબ ખુશ થવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
અનેક સારા પ્રસંગો ભારતમાં ઉજવાય,જે હવે પરદેશમાંય ઉજવાય
ભારતદેશમાંજ ધાર્મીક અને પ્રાસંગીકપ્રસંગો,સમયસર ઉજવાઈ જાય
આવી રહેલા દરેક પ્રસંગોએ પ્રેમીઓ મળે,જે પવિત્રસબંધ આપીજાય
ભુતકાળને તો ભુલીજવો જીવનમા,પણ આવતીકાલને પકડીને ચલાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
###########################################################
No comments yet.