January 18th 2021

. .પવિત્ર ભારત
તાઃ૧૮/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેશ અવનીપર છે,જે તેમના નામથી જગતમાં સૌને ઓળખાય
પરમપવિત્ર દેશ દુનીયામાં ભારત,જ્યાં પવિત્રરાહે જીવન મળી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
જન્મમળ્યો મને પવિત્ર ભારતમાં,જ્યાં દેહથી જીવનમાં કર્મ થઈ જાય
દેહપર પરમાત્માની કૃપા જીવનમાં,શ્રધ્ધાભાવનાથી ભક્તિરાહ મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકધર્મમાં પરમાત્મા દેહથી પધારી જાય
પવિત્રભુમીમાં જન્મ લઈ જીવન જીવતા,સમયે દુનીયામાં પ્રસરી જવાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
ભારતના ગુજરાતમાં જીવને જન્મ મળે,જે જીવનમાં પાવનકર્મ કરી જાય
પવિત્રકર્મથી કામકરે જીવનમાં,જેદુનીયામાં પહોંચી મહેનત કરતાથઈજાય
પાવન ગાથા ગુજરાતીઓની કહેવાય,જે મળેલ દેહના કર્મથીજ સમજાય
પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે દુનીયામાં પવિત્ર ભારત દેશ કરી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
###########################################################
No comments yet.